________________
કલશ-૧૧૬
૨૩ જાણે કે આ જીવના આવા પરિણામ છે;-આવા પરિણામ બુદ્ધિપૂર્વક કહેવાય છે. ત્યાં આવા પરિણામને સમ્યગ્દષ્ટિ જીવ મટાડી શકે છે, કેમ કે આવા પરિણામ જીવની જાણમાં છે; શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં જીવના સહારાના પણ છે; તેથી સમ્યગ્દષ્ટિ જીવ પહેલાં જ આવા પરિણામ મટાડે છે. અબુદ્ધિપૂર્વક પરિણામ કહેતાં, પાંચ ઇન્દ્રિય અને મનના વ્યાપાર વિના જ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મોહ-રાગ-દ્વેષરૂપ અશુધ્ધ વિભાવ પરિણામરૂપ પોતે સ્વયં જીવદ્રવ્ય અસંખ્યાત પ્રદેશે પરિણમે છે, આવું પરિણમન જીવની જાણમાં નથી અને જીવના સહારાનું પણ નથી, તેથી જે તે પ્રકારે મટાડી શકાતું નથી. માટે આવા પરિણામ મટાડવા અર્થે નિરંતરપણે શુદ્ધસ્વરૂપને અનુભવે છે, શુદ્ધસ્વરૂપનો અનુભવ કરતાં સહજ મટશે. બીજો ઉપાય તો કોઈ નથી, તેથી એક શુદ્ધસ્વરૂપનો અનુભવ ઉપાય છે. વળી શું કરતો થકો નિરાસવ હોય છે? “વ પરવૃત્તિમ સવનાં છિન્દન (વ) અવશ્ય જ (પર) જેટલી શેયવસ્તુ છે તેમાં (વૃત્તિમ) રંજકપણારૂપ પરિણામક્રિયા, (સન) જેટલી છે શુભરૂપ અથવા અશુભરૂપ, તેને (ઝિન્દ્રન) મૂળથી જ ઉખાડતો થકો સમ્યગ્દષ્ટિ નિરાસવ હોય છે. ભાવાર્થ આમ છે-જોય-જ્ઞાયકનો સંબંધ બે પ્રકારે છે : એક તો જાણપણામાત્ર છે, રાગદ્વેષરૂપ નથી. જેમ કે-કેવળી સકળ શેયવસ્તુને દેખું-જાણે છે, પરંતુ કોઈ પણ વસ્તુમાં રાગ-દ્વેષ કરતા નથી. તેનું નામ શુદ્ધ જ્ઞાનચેતના કહેવાય છે. સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાનચેતનારૂપ જાણપણું છે, તેથી મોક્ષનું કારણ છે, બંધનું કારણ નથી. બીજું જાણપણું એવું છે કે કેટલીક વિષયરૂપ વસ્તુનું જાણપણું પણ છે અને મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને ઇષ્ટમાં રાગ કરે છે, ભોગની અભિલાષા કરે છે તથા અનિષ્ટમાં દ્વેષ કરે છે, અરુચિ કરે છે; ત્યાં આવા રાગ-દ્વેષ સાથે મળેલું છે જે જ્ઞાન તેનું નામ અશુધ્ધ ચેતનાલક્ષણ કર્મચેતના-કર્મફળચેતનારૂપ કહેવાય છે, તેથી બંધનું કારણ છે. આવું પરિણમન સમ્યગ્દષ્ટિને નથી, કેમ કે મિથ્યાત્વરૂપ પરિણામ ગયા હોવાથી આવું પરિણમન હોતું નથી. આવા અશુધ્ધજ્ઞાનચેતનારૂપ પરિણામ મિથ્યાદેષ્ટિને હોય છે. વળી કેવો હોતો થકો નિરાસવ હોય છે? “જ્ઞાનસ્ય પૂર્ણ: ભવન” પૂર્ણ જ્ઞાનરૂપ હોતો થકો. ભાવાર્થ આમ છે-જ્ઞાનનું ખંડિતપણું એ કે તે રાગ-દ્વેષ સાથે મળેલું છે. રાગ-દ્વેષ ગયા હોવાથી જ્ઞાનનું પૂર્ણપણું કહેવાય છે. આવો હોતો થકો સમ્યગ્દષ્ટિ જીવ નિરાસવ હોય છે. ૪-૧૧૬.
કળશ નં. - ૧૧૬ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૧૨-૧૧-૧૧૪
તા. ૦૩-૦૪-0૬/૧૦/'૭૭ જુઓ! આ કળશમાં વાત ફેરવી. સમકિતી નિરાગ્નવી છે તેમ પેલા એકાંત તાણે છે ને! એ વાત કઈ અપેક્ષાએ છે ભાઈ ! એ જ આસ્રવ અધિકારમાં લખ્યું કે- “માત્મા યુવા જ્ઞાની