________________
૨૯
કલશ-૧૧૬ મિથ્યાત્વ – રાગ –ષના પરિણામ જે દેખાય છે તે મલિન છે, એ સિવાયની આખી ચીજ નિજાત્મા છે તે નિર્મળ છે.
જેમ સ્ફટિક છે તેની સામે લાલ-પીળાં ફૂલ હોય તો તેમાં લાલ-પીળી ઝાંય દેખાય છે..... પણ એ સ્ફટિકની ચીજ નથી. સ્ફટિક તો સફેદ-ધોળું છે. તેમ ભગવાન આત્મા! ચૈતન્ય સ્ફટિક જેવો નિર્મળાનંદ છે. એમાં જે પુણ્યને પાપના મિથ્યાત્વના ભાવ છે તેને જડ દર્શનમોહ કરે, એ એની ઝાંય છે. એ ઝાંય પર્યાયમાં છે પરંતુ વસ્તુમાં નથી. વસ્તુ તો અનાદિ અનંત નિર્મળાનંદ છે.
પ્રશ્ન- તો તો કાંઈ કરવાનું રહેતું નથી?
ઉત્તર- કરવાનું? નિર્મળાનંદને જાણવો અને અનુભવવો તે કરવાનું છે. બહારમાં શું કરવાનું છે? બપોરે આવશે. - “આત્માની આત્મની. આત્મામાં” અહીંયા તો કહે છે – આ આત્મા સત્... સત્... સત્ છે. જ્ઞાનને આનંદનું હોવાપણું એ ભગવાન આત્મા છે. જેમાં અનંત આનંદની ખાણ પડી છે, અતીન્દ્રિય આનંદનો દરિયો પ્રભુ પડયો છે. એ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનો સાગર ભગવાન! તેનો જેને અનુભવ અને દૃષ્ટિ થઈ તે સમ્યગ્દષ્ટિ છે. હવે તે બુદ્ધિપૂર્વકના મિથ્યાત્વ અને રાગ-દ્વેષને થવા દેતો નથી. આવા પરિણામને સમ્યગ્દષ્ટિ જીવ મટાડી શકે છે, કેમ કે આવા પરિણામ જીવની જાણમાં છે.
શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં જીવના સહારાના પણ છે;” જીવના સહારાના પણ છે. આહાહા ! શુદ્ધ સ્વરૂપનો અનુભવ અર્થાત્ સમ્યગ્દર્શનમાં ભગવાન ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ છે, તે અનાદિ અનંત શુદ્ધ પવિત્રપિંડ છે... તેનો પર્યાયમાં અનુભવ થાય તે જીવની મદદ અને જીવનું કાર્ય છે. આહાહા! તે જીવનો સહારો છે. સમ્યગ્દર્શનમાં દયા-દાન-વ્રતના પરિણામનો સહારો છે નહીં. અરે! આવો માર્ગ છે. જૈનમાં જન્મ્યા હોય તેને ખબર ન મળે!
વીતરાગ પરમેશ્વર ત્રિલોકનાથની તો આ વાણી છે. આહાહા! પ્રભુ! તું તો પવિત્ર આનંદનો નાથ છો. સચ્ચિદાનંદ પ્રભુ છે ને! સચ્ચિદાનંદ અંદરથી છે.. (આમ બહારથી બોલે) એમ નહીં હોં!! કહે છે – પરમેશ્વરે આત્માને આવો જોયો છે.
“પ્રભુ તુમ જાણગ રીતિ સૌ જગ દેખતા હો... લાલ,
નિજ સત્તાએ શુદ્ધ સૌને પેખતાં હો લાલ.” સૌ જગ દેખતાં... હે નાથ સર્વજ્ઞ પરમેશ્વર કહે છે – (સર્વે જીવ) નિજ સત્તાએ શુદ્ધ, આનંદકંદ, ચૈતન્યઘન, પુણ્ય-પાપના વિકલ્પ રહિત ચીજ છું, તમે તેને આત્મા કહો છો.... અને તમે તેને આત્મા દેખો છો. આહાહા! વાત તો ઘણી મીઠી છે પરંતુ પરિચય નહીં ને ! અનાદિથી ઊંધે રસ્તે ચડાવી દીધા છે. એને અંતરના માર્ગની ખબર નથી ભાઈ !
શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં જીવના સહારાના પણ છે;” શું કહે છે? શુદ્ધ પરિણામ, જીવની સહાયથી મળે છે. એ કોઈ દયા-દાન-વ્રતના પરિણામથી સમ્યગ્દર્શન થાય છે એમ