________________
૧૧.
કલશ-૧૧૪ અને સમ્યગ્દર્શન જેવો ઊંચો ધર્મ કોઈ નથી. માર્ગ બહુ ઝીણો બાપુ!
તેથી એક જ કાળ છે, સમયનું અંતર નથી.” શું કહે છે – પોતાના શુદ્ધ સ્વરૂપની જ્યાં સમ્યક પ્રતીતિ – સમ્યક અનુભૂતિ થઈ તે જ સમયે મિથ્યાત્વ અને રાગ-દ્વેષનો નાશ થયો, તે બન્નેનો સમય એક જ છે. પ્રકાશના કાળમાં અંધકારનો નાશ છે. અંધકારના નાશનો કાળ બીજો અને પ્રકાશનો કાળ બીજો એમ થતું નથી. હવે થોડો અવત, પ્રમાદ આદિ આગ્નવ છે તેને તો તોડી નાખશે – તે એક દિવસ નાશ થઈ જ જશે. એ અપેક્ષાએ. જ્યારે અહીંયા તો મિથ્યાત્વને રાગ-દ્વેષનો નાશ થઈ ગયો તો સર્વ આસવનો નાશ થઈ ગયો. આહાહા! સમ્યગ્દર્શનની તો કિંમત નથી અને બહારના વ્રત ને તપ, અપવાસ, ક્રિયાકાંડની મહત્તા એ તો મિથ્યાત્વ છે.
“કેવો છે શુદ્ધ ભાવ?ST--મોરૈ:વિના” રાગાદિ પરિણામ રહિત છે,”મિથ્યાત્વ સંબંધીના જે અનંતાનુબંધીના રાગ-દ્વેષ-મોહ છે એ જ મુખ્યપણે સંસાર છે. આહાહા ! આત્માની પ્રતીતિ, સમ્યક અનુભૂતિ થઈ તે જ કાળે રાગાદિ પરિણામ રહિત છે. તે શુદ્ધચેતના માત્ર ભાવ છે.” પવિત્ર ભગવાન એકલા જ્ઞાન આનંદસ્વરૂપ ભાવ છે બસ! કેમકે આત્મા પવિત્ર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે; તેના આશ્રયથી અવલંબનથી શુદ્ધ ચૈતન્યમાત્ર પરિણામ થાય છે, તેમાં રાગાદિના પરિણામ બિલકુલ છે નહીં. આમાંય કોઈ એકાન્ત કરવા જાય તો બસ થઈ ગયું! મિથ્યાત્વ ગયું તો બધું ગયું એમ કોઈ એકાન્ત માની લે. (તો એમ નથી.) ભાઈ ! કઈ અપેક્ષાથી કથન છે? સંસારનું મૂળ મિથ્યાત્વ છે તેથી એ મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષને સંસારનો નાશ કહેવામાં આવે છે. બાકી–પાછળ હજુ અવત, પ્રમાદ, કષાયનો રાગ છે. ખરેખર તો સમ્યગ્દર્શન અર્થાત્ ચૈતન્ય પરિણામ જ્યાં થયા, ત્યાં મિથ્યાત્વના રાગ-દ્વેષ તો ગયા... સાથે અવ્રતનો એક અંશ ગયો, પ્રમાદનો અંશ ગયો, કષાયનો અંશ ગયો અને કંપનરૂપ યોગનો એક અંશ પણ ગયો. સમજમાં આવ્યું?
આહાહા! સ્વરૂપની પ્રતીતિ અને અનુભવ જ્યાં થયો તો તે વખતે જે યોગનું કંપન હતું તેનો એક અંશ નાશ થઈ ગયો- એ અપેક્ષાએ સર્વ આસવનો નાશ કહેવામાં આવે છે. આહાહા! આવી વાતું છે. આગ્નવ અધિકારમાં પાછળ આવે છે... મિથ્યાત્વતાન મિથ્યાત્વ જતાં અવ્રતનો અંશ જાય છે, પ્રમાદ, કષાય અને યોગનો અંશ પણ જાય છે. કેમકે સમ્યગ્દર્શન એટલે “સર્વ ગુણાંશ તે સમકિત'
સર્વ ગુણાંશ તે સમકિત” તેનો અર્થ શું? આત્મામાં જેટલા ગુણ છે તેમાં અજોગ છે, ચારિત્ર છે – સ્થિરતા, વીતરાગતા છે આદિ બધા ગુણોની વ્યક્તિ એક સાથે પ્રગટ થાય છે. આહાહા ! બધા ગુણોની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. અઘાતીના અભાવથી પ્રગટતા જે ચાર પ્રતિજીવી ગુણ છે તેનો પણ એક અંશ સાથે પ્રગટ થાય છે. એ અપેક્ષાએ (સર્વ આસવનો નાશ કહેવામાં આવ્યો છે.) આવી આકરી વાતું!