________________
કલશ-૧૧૪
છે.” આહાહા! અહીંયા સમ્યગ્દર્શન થયું અને મિથ્યાત્વનો નાશ થયો એટલી વાત સિદ્ધ કરવી છે. મિથ્યાત્વના સર્વ આસ્રવ ગયા. (તે સંસારનું મૂળ) આસ્રવ જ છે... એમ કહે છે. (સર્વમાવાसवाणाम् अभावः)
જુઓ! પહેલાં એ લીધું કે – અસંખ્યાત લોકમાત્ર જેટલા અશુધ્ધચેતનારૂપ રાગઠેષ-મોહ આદિ જીવના વિભાવ પરિણામ હોય છે - જે (શાસ્ત્રવાળામ) જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આગમનનું નિમિત્ત માત્ર છે. નવાં કર્મને મિથ્યાત્વાદિ નિમિત્તમાત્ર છે. નવાં કર્મ તો પોતાના ઉપાદાનથી થાય છે તો વિકાર પરિણામ નિમિત્તમાત્ર છે.
તેમનો મૂલોન્લ વિનાશ છે.” કોનો? ભાવ આમ્રવનો. “મૂલોન્યૂલ” અર્થાત્ (આમ્રવને ) મૂળમાંથી ઉખૂલમ્ કરી દીધું. આહાહા ! (ટીકાકારને ) ઘણું જોર છે. કહે છે કે –
જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં તો મિથ્યાત્વના પરિણામને મૂળમાંથી ઉભૂલ કરી નાખ્યા... હવે તેનો અંશ પણ રહ્યો નહીં.
મૂલોન્લ' કોનો? જે ભાવથી આઠકર્મ આવવાવાળા હતા એ નિમિત્તરૂપ ભાવનો અભાવ કરી નાખ્યો. આવી અભાવની વ્યાખ્યા કરી. બિલકુલ અભાવ કરી દીધો એમ શબ્દ છે ને! આગળ “સર્વ” શબ્દ હતો ને! (સર્વ ભવીષ્યવામિ ૩માવ:) એમ આવ્યું ને! કહે છે – સમ્યગ્દર્શન થયું તો સર્વ આમ્રવનો અભાવ થઈ ગયો. પ્રધાનપણે જે મિથ્યાત્વ હતો એ જ સંસાર છે. આહાહા ! આત્માનંદ- સચ્ચિદાનંદ પ્રભુ તેની સન્મુખ થતાં સમ્યગ્દર્શનના પરિણામ થયા તેમાં સર્વ ભાવ આસ્રવને મૂળમાંથી ઉભૂલ કરી દીધા. મૂળમાંથી તેનો નાશ કરી નાખ્યો. બસ! સમ્યગ્દર્શન થયું ત્યાં બધા આસવનો નાશ! મિથ્યાત્વ એ જ મુખ્ય સંસાર છે એ અપેક્ષાએ વાત છે. આહાહા!મિથ્યાશ્રદ્ધા- મિથ્યાષ્ટિપણું એ એક જ મુખ્ય સંસાર છે. મિથ્યાત્વ એ જ આસ્રવ છે. પાછળના આસ્રવના પ્રકારો છે તેને સાધારણ – થોથા ગણી લીધા છે.
અહીંયા તો એમ કહે છે કે – જેને સમ્યગ્દર્શનના પરિણામ થયા તેમાં સર્વ આમ્રવનો નિરોધ થઈ ગયો. અહીં મિથ્યાત્વ સંબંધી જે આસ્રવ છે તેને આસ્રવ ગણવામાં આવ્યો છે. સમજમાં આવ્યું? “મૂલોન્યૂલ” એ સર્વ આસવનો નિરોધ થઈ ગયો. ટીકાકારે (ભાવ) ની વ્યાખ્યા પણ કરી છે ને! (સર્વમાવાઝવાનામ્ કમાવઃ) (સર્વ) અસંખ્યાત લોકમાત્ર જેટલા (ભાવ) અશુધ્ધચેતનારૂપ પરિણામ. (માવામ) જે નવા કર્મનું નિમિત્ત તેવા ભાવનો અભાવ કર્યો. મુખ્યતા મિથ્યાત્વની છે. મિથ્યાત્વનો રાગ તેની એકતા અર્થાત્ પર્યાયબુદ્ધિ એ જ સંસાર છે. આખા સંસારનું મૂળિયું, નિગોદમાં લઈ જનાર મિથ્યાત્વ જ છે.
કહે છે કે સ્વભાવના અવલંબનથી જે શુદ્ધ પરિણામ ઉત્પન્ન થયા-સમ્યગ્દર્શનના પરિણામ થયા, તેણે સર્વ આસવનો મૂળમાંથી નાશ કરી નાખ્યો. આવું આવે ત્યાં કોઈ કહે – આ તો તમારું એકાન્ત છે. લ્યો! મિથ્યાત્વ ગયું તો ખલાશ થઈ ગયું? કહે છે–ગયો સંસાર, તેને હવે આસવ છે નહીં. સાંભળ તો ખરો કે આ વાત કઈ અપેક્ષાએ કહી છે.