________________
કલશામૃત ભાગ-૪
કળશ નં.- ૧૧૪ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૧૦
- તા. ૦૧/૧૦/૭૭ નીવચ્ચે ૪: ભાવ: જ્ઞાનનિવૃત્તિ: સ્થાતકાળલબ્ધિ પ્રાપ્ત થવાથી પ્રગટ થયો છે સમ્યકત્વ જેનો એવો છે જે કોઈ જીવ” પોતાના શુદ્ધસ્વભાવની સન્મુખ દૃષ્ટિ કરી તો કાળલબ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. (ખરેખર) ત્યારે કાળલબ્ધિ થઈ કહેવાય છે. પુરુષાર્થથી કાળલબ્ધિ પ્રાપ્ત થઈ ગઈ.
તેનો (ા: ભાવ:) જે કોઈ ભાવ અર્થાત્ સમ્યકત્વપૂર્વક શુદ્ધસ્વરૂપ અનુભવરૂપ પરિણામ.”શુદ્ધ સમ્યગ્દર્શન જ્યાં થયું ત્યાં જ્ઞાનનું શુદ્ધ પરિણમન થયું. જે અશુધ્ધ પરિણમન હતું તે આસ્રવ તે છૂટી ગયો. અહીંયા તો સમ્યગ્દર્શનમાં જ આસવને જીત્યો એમ સિદ્ધ કરવું છે. કેમકે.. મિથ્યાત્વ એ જ મુખ્ય આસ્રવ છે. આહાહા! મિથ્યાત્વ એ જ મુખ્ય સંસાર છે. મિથ્યાત્વ એ જ સંસારનું મૂળ મૂળિયું છે. એ જ્યાં નીકળી ગયું ત્યાં આસ્રવ જીતાઈ ગયો.
સમ્યકત્વપૂર્વક શુદ્ધસ્વરૂપ - અનુભવરૂપ પરિણમન થયું.” આહાહા ! શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એ પોતાનો ભગવાન તેની સન્મુખ થઈને પવિત્ર પરિણામ થયા.
(આ પરિણામ કેવા હોય છે?)(જ્ઞાનનિવૃતઃ pવસ્થા) શુદ્ધજ્ઞાનચેતનામાત્ર.” જુઓ! ( એ પરિણામ) જ્ઞાનથી નિપજ્યા છે અર્થાત્ વસ્તુથી નિપજ્યા છે. સત્ પરિણામ એવા સમ્યગ્દર્શનના શુદ્ધ પરિણામ તે આત્માની વસ્તુથી નિપજ્યા છે. આહાહા! આવા ટૂંકા શબ્દોમાં ઘણી ગંભીર વાત છે ભાઈ !
(જ્ઞાન નિવૃત ઇવ સ્થા) શબ્દ ટૂંકો કરી નાખ્યો છે. એમ કહે છે કે – તે પરિણામ જ્ઞાનથી નિપજ્યા છે. સ્વભાવના ભાનથી ઉપજ્યા છે જે ભાવ એ. આહાહા! ચૈતન્યના નૂરના તેજના ભાવથી ઉપજ્યા છે જે બધા ભાવ એવા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ એ પરિણામ જ્ઞાનનિવૃત્ત છે.
“તે કારણથી “US” એવો છે જે શુદ્ધચેતનામાત્ર પરિણામ તે,” એવા જે સમ્યગ્દર્શન જ્ઞાન આદિના શુદ્ધચેતનારૂપી પરિણામ, એ જ્ઞાન ચેતનારૂપી પરિણામ છે. રાગ હતો તે કર્મચેતનારૂપી પરિણામ હતા, જ્યારે આ જ્ઞાનચેતનારૂપી પરિણામ પ્રગટ થયા છે. જ્ઞાનચેતના અર્થાત્ પોતાનામાં જ્ઞાનની ચેતના પ્રગટ થઈ. આહાહા ! પોતાનું સ્વરૂપ જ્ઞાન છે, તેનું જ્ઞાન કર્યું તો જ્ઞાનચેતના પ્રગટ થઈ. આ શાસ્ત્ર ભણતર એ કાંઈ જ્ઞાનચેતના નથી. સમાજમાં આવ્યું? આહા ! એવી વાત છે બાપુ! બહુ આકરું કામ છે.
જ્ઞાનસ્વરૂપી ભગવાન જે ચૈતન્ય રસકંદ છે તેની સન્મુખતાથી આ જ્ઞાનચેતના પ્રગટ થઈ છે. આહા! શુદ્ધચેતના પ્રગટ થઈ છે. (સર્વમાવજીવનમાવ:)(સર્વ) “અસંખ્યાત લોકમાત્ર જેટલા અશુધ્ધચેતનારૂપ રાગ-દ્વેષ-મોહ આદિ જીવના વિભાવ પરિણામ હોય