________________
કલશામૃત ભાગ-૪ થાય છે. ત્યાં (પાઠમાં ) વાત તો બન્નેની સાથે લેવી છે ને ! આગળ આવશે (સમ૨૨૫RIJતમ) સંગ્રામ એવી છે ભૂમિ, તેમાં સન્મુખ આવ્યો છે.
ભગવાન આત્માએ પોતાના જ્ઞાનસ્વભાવનો આશ્રય લીધો તો જ્ઞાનયોદ્ધો-જ્ઞાનની શ્રદ્ધા-જ્ઞાનની પરિણતિ પ્રગટ થઈ, એ મહાયોદ્ધાની સામે આસ્રવ મહાસંગ્રામમાં આવીને ઊભો રહ્યો. એવી વાત લીધી ને! રંગ સંગ્રામ એવી જે ભૂમિ તેની સન્મુખ આવ્યો છે. કોણ આવ્યો છે? આસ્રવ. જ્ઞાનયોદ્ધાની સામે સંગ્રામમાં આસ્રવ સામે આવ્યો છે.
ભાવાર્થ આમ છે કે – જેમ પ્રકાશને અને અંધકારને પરસ્પર વિરોધ છે તેમ શુદ્ધ જ્ઞાનને અને આસવને પરસ્પર વિરોધ છે. શું કહે છે. આગ્નવરૂપી અંધકાર હતો પરંતુ જ્યાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો ત્યાં અંધકારનો નાશ થઈ ગયો. પ્રભુ આત્મા ચૈતન્ય સ્વરૂપ, ઝળહળ જાગતી જ્યોતિ એવા જ્ઞાનનું જ્યાં વેદન થયું તો એ જ્ઞાન–વેદને આસ્રવને ઉત્પન્ન થવા ન દીધો, તેનો અર્થ આસવને જીત્યો કહેવામાં આવે છે. સમજમાં આવ્યું?
શુદ્ધજ્ઞાનને અને આસવને પરસ્પર વિરોધ છે. શું કહે છે? જ્યારે શુદ્ધ ચૈતન્યજ્ઞાન, જ્યાં સમ્યજ્ઞાન, અંતરનું જ્ઞાન, જ્ઞાનનો સ્પર્શ કરીને જ્યાં જ્ઞાનનું જ્ઞાન થયું, જ્ઞાનસ્વરૂપી ભગવાનને સ્પર્શ કરીને જ્ઞાન થયું.... અર્થાત્ એ જ્ઞાનનો પ્રકાશ થયો તો હવે આસવનો અંધકાર રહેતો નથી. ત્યાં આસ્રવનો અંધકાર રહેતો જ નથી તો તેને જીત્યો એમ કહેવામાં આવે છે. અંધકાર રહેતો નથી તેનું નામ જીત્યું કહેવામાં આવે છે. સમજમાં આવ્યું?
અમૃતચંદ્રાચાર્યે આસ્રવ અધિકાર શરૂ કરતાં પહેલાં આ માંગલિક કર્યું.
મહિના બે-બે મહિનાના અભ્યાસ કરવાવાળા, બે-બે મહિનાના સંથારા કરવાવાળાને રાગની ક્રિયાનું અભિમાન થઈ ગયું છે. આહાહા ! અને તે કહે છે- અમે જ્ઞાની છીએ. તમો ખાઓ પીઓ છો અને લહેર કરો છો ને! અને તમે કહો છો અને જ્ઞાની છીએ ! તેમ આસવે મશ્કરી કરી. સમજમાં આવ્યું?
એ જ્ઞાનયોદ્ધાએ એનો નાશ કર્યો તેમ કહે છે. જ્ઞાની આત્મા ઘરમાં હો કે જંગલમાં હો તે તો રાગથી ભિન્ન જ છે. પછી તે છન્ને હજાર રાણીઓના વૃંદમાં હો! પરંતુ ધર્મી તો રાગથી ભિન્ન જ છે. આહાહા ! ધર્મી તો રાગથી વિરક્ત છે. અને જ્ઞાનસ્વભાવમાં રક્ત છે. આહાહા! આ વાત કોને બેસે !!
એ શુદ્ધ જ્ઞાનને અને આસ્રવને પરસ્પર વિરોધ છે. રાગની એકતાબુદ્ધિમાં તેને રાગનો ગર્વ થયો.... ત્યાં તો જ્ઞાનની એકતાબુદ્ધિએ તેનો નાશ કરી દીધો. ઝીણી વાત છે ભાઈ ! પરસમ્મુખ હતો તે તો આસવ હતો. અનાદિથી અજ્ઞાની પરસમ્મુખ છે. આસ્રવ કહે છે મેં તેને અજ્ઞાની કરી દીધો છે. જે સ્વસમ્મુખ થયો તેણે રાગના ગર્વનો નાશ કરી દીધો છે અર્થાત્ આસ્રવને ઉત્પન્ન જ થવા ન દીધો. પ્રકાશ થતાં અંધકાર ઉત્પન્ન થતો જ નથી.
પહેલાં કળશમાં માંગલિક કર્યું. જ્ઞાન સ્વભાવી બાદશાહ ભગવાન આત્મા પોતાનામાં