________________
કલશ-૧૧૩
“મરીમદ્દ નિર્મર' એ રાગની ઊંધાઈની તાકાત છે. તેના અજ્ઞાનની તેની તાકાત છે, એ તાકાતને તાબે થયો છે. આ રીતે શાંતરસમાં વીર્યરસનું વર્ણન છે. એ કમજોરી નથી પરંતુ ઉલ્ટી દશા છે. આસ્રવ કહે છે – મેં એ ઉલ્ટી દશાવાળી પરિણતિને તાબે કરી દીધી છે.
મેં શુભભાવ કર્યો, આ મેં દયા પાળી, મેં વ્રત પાળ્યા, ઉપવાસ કર્યા, વરસીતપ કર્યા .. શ્વેતામ્બરમાં ચાલે કે – એક દિવસ ખાવું, એક દિવસ નહીં ખાવું.. એવા એવા ક્રિયાકાંડમાં રાગને વશ કરી દીધો છે.
પ્રશ્ન:- તે રાગ પોતે છે કે રાત્રે તેને વશ કર્યો છે?
ઉત્તર-તે રાગને વશ થયો છે. પરંતુ રાગ કહે છે કે –વશ કર્યો છે, ખરેખર તો રાગને વશ પોતે થયો છે. રાગને વશ થયો તો જ્ઞાન આવ્યું નહીં ને ! રાગ મારો છે એવું રાગનું વશપણું તો આત્માએ કર્યું છે. પરંતુ તે આસ્રવના વિશે થયો ને? હું તેને તાબે થયો.
એ તો શુદ્ધ ચિદાનંદ ભગવાન અંદર છે પરંતુ તેનું ભાન ન રાખતાં, તેને રાગના તાબામાં કરી દીધો. એ તો રાગમાં પોતે તાબે થયો તો રાગને તાબે કરી દીધો એમ કહેવામાં આવે છે. આહાહા ! જાણપણાની આવડતમાં ત્યાં ને ત્યાં રોકાઈ ગયો, તેનાથી મારી ચીજ ભિન્ન છે તેવું (ભેદજ્ઞાન) આસ્રવ કહે છે મેં કરવા ન દીધું. અજ્ઞાનભાવને તાબે થઈને (વશ થઈને ) મેં મારા જ્ઞાનસ્વભાવનો પત્તો ન લીધો. એ દોષ પોતાના આત્માનો છે, પણ આમ્રવનો દોષ છે એમ કહેવાય છે.
આહાહા ! આસવના દોષની આટલી તાકાત? “મગ્ન થયો છે મતવાલાની માફક, એવો છે.” ભાષા જોઈ ? મતવાલો – ગાંડો – પાગલ કહેવડાવે તેમ આસ્રવે પણ તેને પાગલ કરી દીધો છે. તેને આટલા વિશેષણ આપ્યા. મહામદ, નિર્ભર, મંથર.
પુણ્યના કે દયા-દાનના, બહારના વિકલ્પો કે શાસ્ત્રનાં અર્થાત્ ધારણા જ્ઞાનના વિકલ્પો, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ તે બધામાં નિમગ્ન-નિર્ભર કરી દીધો. પોતાના સ્વરૂપમાં નિમગ્ન થવાનું હતું, તેમાં આસ્રવ કહે – મેં મારામાં નિમગ્ન કરી દીધો. એવો મંથર-મતવાલો થયો કે કોઈનું માને નહીં. આ આસ્રવ છે તે દુઃખદાયક છે તેમ સત્યવાત કહે પણ તે માને નહીં. તે મતવાલો અભિમાની થયો છે તેથી તેની ના પાડે છે.
અમૃતચંદ્રાચાર્યે વર્ણન તો શાંતરસનું કર્યું હતું. તેમાં વીર્યરસનું વર્ણન કરીને. અભૂત રસનું વર્ણન કર્યું. જ્ઞાન મહાયોદ્ધો છે તેણે આવા આસવને જીતી લીધો છે. એમ કહે છે. આવા આસ્રવને પણ જ્ઞાનયોદ્ધો જીતી લ્ય છે એમ કહે છે. ભગવાન આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ આત્મા તેને આધીન થયો તો તે જ્ઞાનયોદ્ધો પ્રગટ થયો. એ જ્ઞાનયોદ્ધાએ આસવને જીતી લીધો એમ કહે છે. આસ્રવ ગર્વથી અભિમાની થયો હતો તેનો પણ નાશ કરી દીધો.
પ્રશ્ન- ભાવઆસવ, દ્રવ્યઆસ્રવ કે બન્ને? ઉત્તર- બન્ને, મુખ્યપણે તો ભાવ આસવની વાત છે. દ્રવ્યઆસવ તો તેના કારણથી નાશ