________________
કલશામૃત ભાગ-૪ જીતે છે તે આસ્રવ કોણ છે? પહેલી મૂળ રકમની વાત આવી. હવે કહે છે – તે જ્ઞાનયોદ્ધો પોતાના સ્વભાવના આશ્રયે ઉત્પન્ન થયો. અનુભૂતિરૂપ જ્ઞાનની દશા તે મહાયોદ્ધો; આમ્રવને જીતે છે. છે તો શાંતરસનું વર્ણન પરંતુ તેમાં વીરરસ નાખી અને યોદ્ધો જીતે છે એમ કહ્યું.
અનંત શક્તિએ વિરાજમાન એવો (મહોય) જેનું પ્રગટ થવું મહાન છે. આહાહા ! રાગ એટલે શુભાશુભભાવ – આસ્રવ તેનાથી રહિત પોતાનું સ્વરૂપ, તેના બોધથી પ્રગટ થઈ જે નિર્મળ દશા. સમ્યગ્દર્શન-શાન આદિની એ મહોદય છે. તે (જ્ઞાનનો) મહા ઉદય છે – પ્રગટ થયું છે.
કોને જીતે છે? “કેવો છે આસવ'? હવે આસવની વાત કરે છે. “મદામનિર્ભમન્થર” સમસ્ત સંસારી જીવરાશિ આસવને આધીન છે. “મદામ' આહાહા! બધા સંસારી જીવ રાગને આધીન છે – આસવને આધીન છે. પછી તે અશુભરાગ હો કે પછી તે શુભરાગ હો પરંતુ બધા સંસારી જીવ આસવને આધીન છે.
“તેથી થયો છે ગર્વ - અભિમાન, તે વડે (મહામનિર્ભર) આહાહા! આસવને ગર્વ થયો છે કે – મહામાંધાતા – મોટા દિગમ્બર જૈન સાધુ હો તેને પણ મેં વશ કરીને પાડ્યા છે. દ્રવ્યલિંગી દિગમ્બર મુનિરાજ અનંતવાર થયો... પરંતુ તે આસ્રવને આધીન થઈને થયો. આહાહા! (દ્રવ્યલિંગી) આમ્રવને આધીન હતો. રાગને આધીન થવાથી આસવને ગર્વ થયો કે – મેં આવા મહંતને પણ પાડ્યા છે. આહાહા ! દિગમ્બર જૈન સાધુ થઈ નવમી નૈવેયક પણ ગયો, હજારો રાણીઓ ત્યાગી, કોઈ બાળ બ્રહ્મચારી હોય, એવો જીવ રાગને આધીન થયો. આસ્રવ કહે છે – તે મારે આધીન થઈ ગયો છે. ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપ તેની તરફનો આશ્રય ન લેવા દીધો તેવો હું આસ્રવ છું. અશુભથી છૂટીને શુભમાં લપેટાઈ ગયો છે.
(અનાદિથી) આગ્નવને આધીન થઈ ગયો છે. અમે વ્રત કરીએ છીએ, પૂજા-ભક્તિ કરીએ છીએ. એ રીતે મેં તો મોટા માંધાતા ને દબાવી દીધા છે તેમ આસ્રવ ગૌરવિન્ત થઈને કહે છે. (મદામ) શબ્દ છે ને! આમ્રવને અભિમાન - ગર્વ થયો છે. આસ્રવ કહે છે – સાધારણ પ્રાણીને તો ઠીક પરંતુ મોટા બાદશાહ થયા, મોટા રાજા થયા તેમણે મોટા રાજને છોડયા, બાદશાહી છોડી તેવાને પણ મેં રાગને આધીન કરી દીધા છે. શુભથી ધર્મ થશે તેવી માન્યતામાં તેમને પણ મેં રાખી દીધા છે. શુભથી ધર્મ થશે તેવી માન્યતામાં તેમને પણ મેં રાખી દીધા છે. સમજમાં આવ્યું?
મહામદ થયો છે તેમાં મગ્ન થયો છે અર્થાત્ આસ્રવમદમાં મગ્ન થયા છે. આહાહા ! શાસ્ત્રના ભણતરવાળા, અગિયાર અંગના ભણનારાને પાડી દીધા છે. પેલું પરનું જ્ઞાન, પરવસ્તુનું ધારણાજ્ઞાન એ આસ્રવનું કારણ છે, તેને મેં વશ કરી દીધો છે. પરાવલંબી જ્ઞાન એ કાંઈ જ્ઞાન ન હતું. રાગ કહે છે કે – ધારણાના જ્ઞાનમાં મેં તેને વશ કરી દીધો છે. તે (આસ્રવથી) છૂટી અને તેને અંદર જ્ઞાનમાં જવાની શક્તિ રહી નહીં.