________________
કલશામૃત ભાગ-૪ એ પવિત્રપિંડ પ્રભુ એનો અનુભવ છે. એ શુદ્ધસ્વભાવને અનુસરીને ભવવું, થવું, હોવું એવો શુદ્ધસ્વરૂપનો અનુભવ તેનો અખંડ પ્રતાપ છે. જેનો પ્રતાપ કોઈ ખંડિત કરી શકે નહીં.
પ્રભુત્વશક્તિમાં આ વાત આવી ગઈ છે. આત્મામાં એક પ્રભુત્વ નામની શક્તિ છે. જેનો અખંડ પ્રતાપ સ્વતંત્રપણે શોભાયમાન છે. ભગવાન આત્માનો અખંડ પ્રતાપ છે. પ્રભુતા નામના ગુણથી ભર્યો પ્રભુ છે. અને એવી એક શક્તિ નહીં પરંતુ અનંતી શક્તિઓમાં પ્રભુતા પડી છે. અર્થાત્ અનંત અનંત શક્તિઓમાં એ પ્રભુત્વનું રૂપ છે. એ પ્રભુત્વશક્તિ બધામાં અખંડ પ્રતાપથી શોભિત છે. જેને વ્યવહારનો, રાગનો આશ્રય પણ નથી. જેનું શરીર સંહનન મજબૂત હોય તો આ કામ થાય, મનુષ્યપણું મળે તો આ કામ થાય એમ પણ જેમાં નથી.
આહાહા! જેનો પ્રતાપ અખંડ છે. એમાં તો એક એક શક્તિનું અખંડપણે કહ્યું છે. એ અખંડશક્તિનો પ્રતાપ સ્વતંત્રતાથી શોભાયમાન કહ્યો છે. ભગવાન આત્મા અનંતગુણરૂપ છે. જેને એક ગુણમાં અખંડ પ્રતાપથી સ્વતંત્ર શોભાયમાન છે. તેવી શક્તિ પડી છે, એના આશ્રયે અનુભવ થાય છે. એ અનુભવનો અખંડ પ્રતાપ છે એમ કહે છે. અહીં સંવર લેવો છે ને! શુભભાવ અને અશુભભાવના આસવથી રહિત શુદ્ધસ્વરૂપનો અનુભવ એટલે સંવર છે. એ સંવર જેનો અખંડ પ્રતાપ છે. તેવા શુદ્ધસ્વરૂપનો અનુભવ છે.
(ઘનુર્ધરઃ) મહા યોદ્ધો તે,” જે આસ્રવને તો વાત વાતમાં તોડી પાડે છે. એવો મહા યોદ્ધો છે... એમ કહે છે. એ રસનું વર્ણન છે તેમાં બતાવે છે કે શાંતરસ, અદ્ભુતરસમાં વીર્યરસ બતાવે છે. અંદરમાં શાંત રસ એ તો શુદ્ધ અનુભવનો શાંતરસ, આનંદરસ છે. એમાં વીરરસની વ્યાખ્યા કરીને વર્ણવે છે કે – શાંતરસમાં અંદર વીરતા પડી છે.
આસ્રવ અધિકારની શરૂઆત કરતાં માંગલિક કહે છે. આ અખંડ પ્રતાપ એવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ એવો છે મહાયોદ્ધો ધનુર્ધર છે. જેમ અર્જુનનું બાણ ફરે નહીં, રામનું બાણ ફરે નહીં તેમ અનુભવની દશા ફરે નહીં એમ કહે છે.
એ મહાયોદ્ધો શું કરે છે? “અશુધ્ધ રાગાદિ પરિણામલક્ષણ આસવને મટાડે છે.” પુણ્યને પાપના ભાવથી રહિત એવો જે શુદ્ધસ્વરૂપ તેને અનુભવનાર યોદ્ધો. અશુધ્ધ રાગાદિ પરિણામરૂપ આસ્રવ એમાં પુષ્ય ને પાપ બન્ને આવ્યા છે. “અશુધ્ધ' શબ્દ છે ને! અશુધ્ધ રાગાદિ પરિણામ લક્ષણ આસ્રવ તેને મટાડે છે, તેના ઉપર જય કરે છે, તેના ઉપર પોતાની ધજા ચઢાવે છે. તેના ઉપર જય-વિજય ફરકે છે. સ્વરૂપના અનુભવરૂપી સંવરદશાનો વિજય ધ્વજ ફરકે છે. આહાહા ! અશુધ્ધ રાગાદિ મટે છે. (નયતિ) જય કરે છે, એટલે મટે છે.
ભાવાર્થ આમ છે કે અહીંથી શરૂ કરીને આસવનું સ્વરૂપ કહે છે. કેવો છે જ્ઞાન યોદ્ધો?“(હાર-મીર-મદીયઃ) શાશ્વત એવું છે.”
એ જ્ઞાન યોદ્ધો ઉદાર છે, ગંભીર છે.