________________
કલશામૃત ભાગ-૪ - આચાર્ય પોતે પોકાર કરે છે અને કહે છે કે -(સર્વમાવાવાળાનકમાવઃ) કળશમાં પણ કહ્યું છે – (સર્વાન વ્યર્માવૌવાના ષોડમાવ:) “ષોમાવ” જે કરવા લાયક હતું તે કરી લીધું. સ્વભાવના અનુભવપૂર્વક દૃષ્ટિ થઈ તો તેને સર્વ આસ્રવ રોકાઈ ગયા. અહીં મિથ્યાત્વ સંબંધી આસવને જ આસ્રવ ગણવામાં આવ્યો છે. મૂળ જેનું નીકળી ગયું છે (નાશ પામ્યું છે) હવે (ઝાડની ડાળી અને પાંદડા કેટલા કાળ રહે? પંદર દિવસ મહિનામાં સૂકાઈ જશે. મિથ્યાત્વ સિવાયના બાકીના આસ્રવની અહીં ગણતરી કરી જ નથી.
(સર્વમાવાવાળીમ કમાવઃ) બસ! સમ્યગ્દર્શન થયું એટલે સર્વ આગ્નવભાવનો અભાવ? આ શું કહો છો ? મિથ્યાત્વ તે આસ્રવ છે એમ લીધું છે. “સર્વ' તેની વ્યાખ્યા કરી – અસંખ્યાત લોકમાત્ર પરિણામ, “ભાવ” અશુધ્ધચેતનારૂપ “બાવાણામ’ નવા કર્મનું કારણ અર્થાત્ નિમિત્તરૂપ આસ્રવભાવ નવા કર્મને આવવાનું નિમિત્ત છે. તેનો “માવ:” આહાહા !
જ્યાં નવા આસવનો અભાવ થયો, અને જૂનાકર્મ જે હતા તેનો અભાવ થયો. જડકર્મનો અભાવ થયો, કારણકે આસ્રવ જડકર્મમાં નિમિત્ત થતું હતું... આસવનો અભાવ તો નવા કર્મનો અભાવ જ છે. તેથી કહે છે કે – જ્ઞાનીને કર્મબંધ થતું જ નથી. કેમકે કર્મબંધનું કારણ એવા ભાવ આસવ-મિથ્યાત્વનો તો નાશ થયો છે. આહાહા ! જે આસ્રવ જ્ઞાનાવરણાદિનું નિમિત્ત હતું તેનો તો નાશ કર્યો, તેથી હવે બંધન પણ નથી. જ્ઞાનાવરણાદિનું બંધન પણ હવે જ્ઞાનીને નથી એમ કહે છે. આહાહા ! જુઓ! સમ્યગ્દર્શનનું મહાત્મય; અને સમ્યગ્દર્શન જેના આશ્રયે થયું તેનું આ મહાભ્ય છે. તેની તો જગતને દરકાર નથી અને વ્રત કરો, ઉપવાસ કરો, એમ કરતાં-કરતાં તમને નિશ્ચિય થઈ જશે. વાતનો બહુ – ઘણો ફેરફાર ભાઈ ! આચાર્યોએ તો પોકાર કર્યો છે. “દ્રવ્યવધાન સર્વાન” દ્રવ્યકર્મના આસવનું છે કારણ હતું તેનો સર્વાન માવ: આહાહા! સર્વમાવીષ્યવાન અમાવ:
ભાવાર્થ આમ છે કે - જે કાળે શુદ્ધ ચૈતન્યવસ્તુની પ્રાપ્તિ થાય છે તે કાળે, “જે કાળે એટલે કાળલબ્ધિનો અર્થ શુદ્ધ ચૈતન્ય વસ્તુની પ્રાપ્તિ થાય છે, તે કાળે મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ જીવના વિભાવ પરિણામ મટે છે,” કહે છે કે – જ્યાં સમ્યગ્દર્શન થયું તો મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષનો નાશ થાય છે. મિથ્યાત્વો નાશ થયો કે રાગ-દ્વેષનો? મિથ્યાત્વ સંબંધી અનંતાનુબંધીના જે રાગ-દ્વેષ હતા તેનો નાશ થાય છે. મિથ્યાત્વ-દર્શનમોહ અથવા વિપરીત માન્યતા અથવા મિથ્યાત્વના રાગ-દ્વેષ અને અનંતાનુબંધીના પરિણામ તેનો નાશ થયો. બસ, અહીં તો આટલી વાત લેવી છે.
આહાહા! જેને આત્મા પરમાનંદ ભગવાનની કિંમત થઈ તેનું તેને અંદર મહાભ્ય આવતાં સમ્યગ્દર્શન થયું. તો નવા કર્મનું કારણ એવું ભાવાગ્નવ સર્વથા પ્રકારે ઉન્મેલ થઈ જાય છે. મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામનું ખંડન થઈ જાય છે. આ સમ્યગ્દર્શનનું મહાભ્ય અને કિંમત. અને મિથ્યાત્વની હીનતા, નીચતા બતાવી કે મિથ્યાત્વ જેવું નીચ કોઈ કર્મ નથી,