________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા
શરીરમાં વાયુ, પિત્ત અને કફ એ ત્રણ દોષ છે. જે રસાદિ ધાતુઓને દૂષિત કરે છે, એટલા માટે તેને દેષ કહે છે. એ દોષ સમાનભાવે વર્તતા હોય તે શરીરને ધારણ કરનારા હોવાથી તેમને ધાતુ નામ પણ આપવામાં આવ્યું છે. અને તે રસાદિ ધાતુએને મલિન કરે છે. એટલા માટે એને મળસંજ્ઞા પણ આપવામાં આવી છે. એ દેને શરીરધારક હેવાથી એક એકને પાંચ પાંચ પ્રકારના કહ્યા છે. જેમકે પ્રસ્પન્દન, ઉદ્વવહન, પૂરણ, વિવેચન અને ધારણ લક્ષણવાળ વાયુ પાંચ પ્રકારે કરીને શરીરને ધારણ કરે છે. એવી રીતે રાગ, પંક્તિ, ઓજસ, તે જાત્મક અને પિત્ત પાંચ વિભાગમાં બેસીને અગ્નિકર્મથી દેહનું પાલન કરે છે તથા વૃદ્ધિ, સિંધી, લેમણ, સ્નેહન, રોપણ, અપૂર્ણાત્મક કફના પાંચ વિભાગોથી છૂટું પડીને, જળકમ કરીને દેહનું પાલનપોષણ કરે છે.
વાયુ, પિત્ત અને કફ એ ત્રણ દમાં વાયુ બળવાન છે અને મળાદિ દેના પૃથક પૃથક્ ભાગ કરવાથી અને પિત્ત તથા કફ એને જ્યાં ઈચ્છા હોય ત્યાં લઈ જવાની શક્તિ વાયુમાં છે, માટે વાયુનું પ્રાધાન્ય છે. એ વાયુમાં રજોગુણ અધિક છે; અને એને સ્વભાવ શીતળ તથા દરેક છિદ્રમાં પ્રવેશ કરવાનો હોવાથી તે બહુ પાતળા છે. એ જાતે શીતળ અને લુખો છે, તે હલકે અને ચંચળ છે, તેથી પાંચ સ્થાનોમાં ગમન કરી શકે છે, એટલા માટે તેને પાંચ પ્રકારને કહ્યું છે. તે પાંચ પ્રકારમાં પ્રથમ મળાશય કે પકવાશયમાં જે વાયુ રહે છે, તેને અપાનવાયુ કહે છે. કેઠામાં અગ્નિનું સ્થાન છે. તે સ્થાનમાં જે વાયુ રહે છે તેને સમાનવાયુ કહે છે. હૃદયમાં રહેવાવાળા વાયુને પ્રાણવાયુ કહે છે. હૃદયની ઉપર અને મસ્તિષ્ક સુધી જે વાયુ રહેલે છે, તેને ઉદાનવાયુ કહે છે અને આખા શરીરમાં રહેલા વાયુને વ્યાનવાયુ કહે છે.
પિત્ત નામને જે દેષ છે તે ઉષ્ણ અને પાતળે પદાર્થ છે.
For Private and Personal Use Only