________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને મનુષ્ય શરીરની રચના ક૭
હદયના ડાબા ભાગમાં રક્તથી ઉત્પન્ન થયેલી પ્લીહા કહેતાં બળ છે અને તેના ઉપર રુધિરના ભાગથી ઉત્પન્ન થયેલું ફેફસું હૃદયની નાડીને વળગી રહીને ધાસનું કાર્ય કરે છે, જે દ્વારા તમામ દેહની ચેષ્ટા થાય છે, જે કે એની ઉત્પત્તિ ડાબી તરફથી થયેલી છે, તે પણ જમણી બાજુ સુધી ફેલાયેલી છે. હૃદયના દક્ષિણ ભાગમાં યકૃત એટલે કલેજું રહેલું છે, તેમાં ફેફસું, જે છે ઉદાન અર્થાત્ કંઠસ્થ વાયુને આધાર છે અને જે લીહા છે તે રુધિરને વહેવાવાળી શિરાઓનું મૂળ છે. એ પ્રમાણે યકૃત છે તે રંજકાપિત્ત અને અધિરનું સ્થાન છે.
રુધિરની કીટીથી ઉત્પન્ન થયેલું અને જમણા ભાગમાં રહેલું જે કલેજું છે તેની પાસે તિલ નામનું એક સ્થાન છે, જેને કલમ કહે છે. એ કલેમ જળને વહેવાવાળી નાડીઓનું મૂળ છે એટલા માટે તૃષાનું આચ્છાદાન કરે છે.
વૃક રક્ત અને કેન્દ્રના સારાંશથી ઉત્પન્ન થાય છે, જેને કુક્ષિગોલક એટલે ગુરદા કહેવામાં આવે છે. તે પેટમાં રહેવાવાળા મેદને પુષ્ટ કરે છે, અર્થાત્ બીજા સ્થાને જે મેદ રહે છે તેને એ પુષ્ટિ આપી શકે તેમ નથી. માત્ર પેટના મેદને જ એ પુષ્ટિ આપે છે.
માંસ, કફ અને મેદના સારાંશથી વૃષણ અર્થાત્ અંડકોશ ઉત્પન્ન થાય છે અને તે વિર્યવાહી નાડીઓને આધાર છે એટલા માટે તે પુરુષાર્થ અર્થાત્ પુરુષબળને આપવાવાળા છે.
લિંગ કહેતાં ઉપસ્થ ઇંદ્રિય જેની સાથે વર્તમાન હૃદયને બંધન કરાવવાવાળી ચાર કંડરા રહેલી છે અને તેના અગ્ર ભાગથી આ લિંગ પેદા થાય છે, તે લિંગ વિર્ય દ્વારા ગર્ભને ઉત્પન્ન કરે છે અને એ વીર્ય તથા મૂત્રને બહાર કાઢવા માગે છે.
ધિરના સારથી પ્રગટ થયેલું હૃદય, કમળની કળીની પેઠે જરા
For Private and Personal Use Only