________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષયરોગ
૫૭૬
વડે આવે છે તે જણાય નહિ અને અજાણે માર્ગે જતાં અગવડ ઊભી થાય. એટલે કામ કરનાર ત્યાંથી જ એટકે છે. એટલા માટે પૂર્ણચંદ્રોદય બનાવવાની રીત લખીએ છીએ.
પૂર્ણ ચંદ્રોદય –આ દવા બનાવનારે પ્રથમ કાંજી તૈયાર કરવી. તેની રીત એવી છે કે, અમે ચોખાની કણકી અર્ધો મણ લાવી, તેને ચારમણ પાણીમાં રાંધી, બીજું એક મણ પાણી ઉમેરી જાડા દેટીના કપડાથી શ્રીખંડ છીણે તેમ છીણને ગાળી કાઢી. પછી હિંગ શેર અર્ધી, સૂંઠ શેર એક, રાઈ શેર દેઢ, જીરું શેર એક, સિંધવ શેર એક અને મી ડું શેર એકને ઝીણી ખાંડી તેમાં મેળવ્યાં. તે પછી લાખની લખેટેલી બરણી નંગ છે જેમાં લગભગ દેઢ મણ પાણી માય એવડી લાવીને દરેકમાં પણે પણે શેર સરસિયું તેલ ચોપડી, કણકીનું ગાળેલું, મસાલે મેળવેલું પાણી સરખે ભાગે ભર્યું. પછી અડદની દાળ શેર પાંચ છેડા વિનાની લઈ તેને ભરડી ત્રણ શેર દહીંમાં પલાળી, એક રાત વાસી રહેવા દીધી. બીજે દિવસે તેમાં આદુ, લીલાં મરચાં, હળદર, હિંગ વગેરે સ્વાદ થાય એટલે મસાલો નાખી તેનાં વડાં બનાવી તેને તલના તેલમાં તળી, છયે બરણીમાં ભાગે પડતાં ઠંડાં પાડીને નાખ્યાં. તે પછી વાંસના લીલાં પાતરાં શેર ત્રણ લાવી તેના કટકા કરી, સરખે ભાગે કાંજીમાં નાખ્યા અને જેટલી બરણી અધૂરી રહી તેટલું પાણી ભરી, બરણી ઉપર ઢાંકણું ઢાંકી, તે ઉપર કપડું બાંધી, કપડા ઉપર મુલતાની માટી અને ચૂને મેળવી કપડમટ્ટી કરી તેને તડકામાં રાખી મૂકી. એ કાંજી પંદર દિવસ પછી જોઈએ તેટલી ખટાશવાળી અને ઉત્તમ પ્રકારના સ્વાદવાળી બની ગઈ. તે પછી હિંગળોકમાંથી પારે કાઢવાની વિધિ શરૂ થઈ. તેમાં હિંગળક નવ શેર લાવી તેમાં થી બશેર હિંગળક વાટી, લીંબુના રસમાં એક દિવસ ખેલ કરી, બીજે દિવસે ટીકડીઓ બનાવી તડકે સૂકવી, પછી માટીનાં બે વાસણ
For Private and Personal Use Only