________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયર
૬૭૭
પાપા
નાના નાના નાના નાના
ખાવામાં આવે તે નુકસાન કરતી નથી, પરંતુ રોગને પ્રતિકૂળ ખેરાક આપે નહિ.
ધાત્રી ભલાતક-ભિલામાં શેર એક, હરડેદળ શેર અર્થે, બહેડાંદળ શેર અર્થે, આમળાં શેર અધે, સૂંઠ તેલ પંદર, મરી તેલા પંદર, પીપર તેલા પંદર, કાળા તલ શેર એક, ગેળ શેર એક એ સર્વે વસાણને ઝીણા ખાંડીને ગોળમાં મેળવી, ફરી ખાંડીને ઝીણા બેર જેવડી ગોળી કરવી. એક અથવા બે ગેળી પાણી સાથે ખવડાવવી. પરેજી કાંઈ નથી. એ ગોળીથી પેટનાં આંતરડાંના વ્યાધિ, દુ:ખા અને વાયુના તમામ રોગો મટી જાય છે, ભૂખ લાગે છે, શક્તિ આવે છે, સાંધા દુઃખતા હોય તે મટે છે. અર્થીગવાયુ, ઉપદંશ અને પ્રમેહવાળાને પણ માફક આવે છે.
ગરાજ ગૂગળ-ગૂગળ શેર એક લાવી દશ શેર દૂધમાં ઉકાળો. ઊકળવા માંડે કે તેમાં લસણ શેર માં છેલીને વાટીને નાખવું. જ્યારે દૂધને મા થાય ત્યારે ઘી શેર સવા નાખી તે માવાને દાણે પાડવો. પછી તેમાં સાકર શેર ત્રણ ખાંડીને નાખવી. સાકર સાથે એકરસ થાય ત્યારે નીચે ઉતારી પીપર, પીપળામૂળ, અજમે, અજમેદ, સૂવા, મરી, કરમાણી અજમે, ધમાસો, વચકાવળી, તમાલપત્ર, ગેખરુ, ધાણા, હરડાં, બહેડાં, આમળાં, મેથ, હીરાકસી, દેવદાર, સિંધવ, ઉપલેટ, જેઠીમધ અને તમાલપત્ર; એ સર્વે ૦ ૦ તેલ લઈ, ખાંડી વસ્ત્રગાળ કરી મેળવવાં. પછી તેમાંથી રોગીના બળને વિચાર કરી, બે અનીભારથી આઠ આનીભાર સુધી દિવસમાં બે વાર ખાવા આપ. એના ઉપર ખટાશ આપવી નહિ. એ ગૂગળથી કમર તથા સાંધા દુખતા મટે છે, ધાતુવિકાર મટે છે, પગનું કળતર મટે છે, સુન્નબહેરી મટે છે, ફકરું, ચિત્તભ્રમ અને તાણના રેગો મટે છે,
For Private and Personal Use Only