Book Title: Aayurved Nibandhmala Part 01
Author(s): Tilakchand Tarachand Vaidya
Publisher: Sastu Sahityavardhak Karyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
૬૯૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ગળમાં પાવલીભારની ગળી વાળી સવારસાંજ ખાવી જેથી વાયુ તથા ગરમી મટે છે.
૨, સુન્નવાયુનો ઉપાયઃ-હરડાં ટાંક ૧, વડાગરું મીઠું ટાંક ૧, સંચળ ટાંક ૧, અજમે ટાંક ૧, ધાણું ટાંક ૫, અજમેદ ટાંક ૧, વરિયાળી ટાંક, પીપરીમૂળ ટાંક ૨, આસન ટાંક ૧, લેધર ટાંક ૨, કાથે ટાંક ૨, માલકાંકણું ટાંક ૨ અને શતાવરી ટાંક ૨ એ સર્વને વાટી ટાંક ૧ પ્રમાણની ગોળી બનાવી, ફક્ત સવારમાંજ એક ગેળી ખાવી જેથી સુન્નવાયુ મટે છે.ખારું-ખાટું ખાવું નહિ
૩. કંપવાયુને ઉપાય --સેકટાનું મૂળ, નગોડનું મૂળ, વરણાનું મૂળ, પીલવણનું મૂળ અને પુસ્કરમૂળ, એ સર્વે ગાયના દૂધમાં ઘસી પાવાથી કંપવાયુ મટે છે.
પ-વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત ૧. સંધિવાયુ-અરણીનો રસ, નગોડને રસ, પીલવણને રસ, કાળિયા સરસ રસ, આકડાને રસ, ધંતૂરાને રસ, અડસાંકળને રસ (અડસાંકળને રસ કાઢતી વખતે હાથે જરા દિવેલ અથવા તેલ લગાડવું.) એ દરેકને રસ શેર તથા અળસીનું તેલ શેર બ, સરસીનું તેલ શેર ૦, નખલાનું તેલ શેર , દેવદારનું તેલ શેર , વછનાગ શેર છે અને માલકાંકણ શેર વા એ દરેક તેલ તથા રસ વગેરે એકત્ર કરી, એક હાંડલીમાં અથવા તાંબાને તપેલામાં ભરી ચૂલે ચડાવવું. રસ બધે બળી જાય અને તેલ બાકી રહે ત્યારે ઉતારી ગાળી લેવું. પછી તે તેલમાં કપૂર તેલા ૧ થી ૨ મેળવવું, તથા થોડું હિત ઘાસનું તેલ મેળવી બાટલીમાં ભરી મૂકવું. આ તેલ લગાડવાથી સંધિવા, પક્ષાઘાત, શૂળ, ચૂંક, અને કળતર વગેરે દૂર થાય છે.
૨. ધનુર્વાને ઉપાયઃ-કાળી તુલસીનો રસ, કાંદાને રસ,
For Private and Personal Use Only

Page Navigation
1 ... 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736