________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
રસ એકત્ર કરી, તે રસમાંથી થોડે થોડા નાખી તેલ પકાવવું. પછી કાયફળ, માલકાંકણી, ચઠી, વછનાગ, મેરપિચ્છ, રકચૂરે, સૂંઠ, સરસવ, સિંધવ, કપૂર, અફીણ અને રાઈ દરેક બબ્બે તેલા તથા અફીણ તેલ , ઈરાની મીજતેલા પ અને કરંજમીન તેલા ૫ નું ચૂર્ણ તૈયાર કરી થોડું થોડું નાખી તેલ પકાવી તેને યાર થયે કૂ કાઢી નાખી, તે તેલની અંદર ચાખી ચરબી અથવા પેટ્રોલ અથવા યુકેલિપ્ટસ ઓઈલ શેર મેળવવું. (ચરબી મળે તે બે તોલા બસ થશે ) વાયુથી અંગ અતિશય જકડાઈ ગયું હોય, સાંધામાં સોજો હોય, અસહ્ય વેદના થતી હેય, કળતર થતું હોય અને અવયવની રગ બંધાઈ ગઈ હોય, તે ઉપર આ તેલમાંથી થોડું તેલ એક વાસણમાં કાઢી ગરમ કરી માલિસ કરવું તથા તેમાંથી જે કૂચા નીકળ્યા હોય તે ચાને બારીક વાટી દુખતા સાંધા પર મૂકી પાટે બાંધો અને પરસેવે વળતાં સુધી શેક કરે.
૨. ખાવા માટે –લસણ, ચાળી અને માલકાંકણુનું સમભાગે ચૂર્ણ કરી તેમાં બમણે ગૂગળ મેળવી તેલા વા થી બે સુધી આપવું. સંધિવા, પક્ષાઘાત, ગૃધ્રસી, નાડીબંધ આદિ મહાભયંકર વાયુને હણવામાં હરણ ઉપર કેસરી સિંહ તુલ્ય છે. આ તેલ સંખ્યાબંધ દરદી ઉપર અજમાવેલ છે. ત્રીજે દિવસેંજ પીડાને શાંત કરી દે છે. આ માટે શોધેલ ઉપાય છે અને તે ખાસ પેટંટ છે. આ તેલના ગુણનું શું કથન કરું? આપ જ્યારે અજમાવશો ત્યારે જ તેની ખાતરી થશે.
૯-વૈદ્ય ધનજી શાહ હાથીખાનાવાળા-સુરત ૧. ભિલામાં-(ખાસ લકવા ઉપર) ભિલામાં, કેપ અને સોનામુખી એ ત્રણે સરખે વજને લઈ વા થી ના તેલ લઈ તેમાં છેડે ગોળ, ચારપાંચ ટીપાં મધ અને તલનું તેલ થોડાં ટીપાં
For Private and Personal Use Only