________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયરોગ
કરી, એક ગોળી ગોળમાં મૂકી ગજાવવી. આ ગોળી ફક્ત સવારેજ એક વખત ખાવાની છે. આ ગેળીથી વાયુ, સંધિવા અને વિશ્લેટક મટે છે. પરેજીમાં હિંગ, મરચું, તેલ, ખટાશ તથા વાયડી ચીજોનું સેવન કરવું નહિ.
૨૪–વૈધ અંબારામ શંકરજી પંડ્યા-વાગડ
૧, વાતગાજકુશ રસ-શુદ્ધ પારો તેલા ૪, ગંધક તેલા ૪, ઝેરકચૂરોતેલા ૪તથાત્રિકટુતેલા ૬ લઈ, પ્રથમ પારા ગધકની કાજળી કરી, બધી ચીજે મેળવી ખરલ કરી અનુપાન પરત્વે એક રતીભાર માત્રા આપવાથી ઉસ્તંભ તેમજ એંશી પ્રકારના વાતોગને મટાડે છે.
૨. પંચમૂત્રાસવા-બકરાનું મૂત્ર, ભેંસનું મૂત્ર, ગધેડાનું મૂત્ર, મૂત્ર તથા ઊંટનું મૂત્ર, મિશ્ર કરી તેમાં લવિંગ ટાંક ૫, સૂઠ ટાંક ૫, મરી ટાંક ૫, પીપર ટાંક ૫, પીપરીમૂળ ટાંક ૫ નું ચૂર્ણ કરી મેળવી લસણ ટાંક ૧૦ નાખવું. એ સર્વને એક બરણી માં ભરી મેં બંધ કરી ચૂલાની ભરસાળમાં સાત દિવસ સુધી દાટી રાખવું. તેમાંથી વાલ એક વાયુના દરદવાળાને દરરોજ સવારમાં પાવાથી વાયુનું દરદ મટે છે.
૩. તુલસીનાં પાન, મરી અને ઘી દરરોજ ચાટવાથી વાયુનું દરદ મટે છે.
ક, યોગરાજ ગૂગળ-સૂંઠ, પીપરીમૂળ, લીંડીપીપર, ચવક, ચિત્ર, હિંગ, બોડી અજમેદ, સરસવ, જીરું, શાહજીરુ, રેણુકબીજ ઇંદ્રજવ, કાળીપહાડ, વાવડિંગ, ગજપીપર, કડુ, અતિવિષ, ભારંગ, ઘોડાવજ અને મોરવેલ એ દરેક એકેક શાણ (ા તેલ) તથા હ. રડાં, બહેડાં, આમળાં ચાળીસ શાણું એ પ્રમાણે સર્વે ઔષધ લઈ ચૂર્ણ કરી, તે સર્વના વજન બરોબર માહીષ ગૂગળ લઈતેને ગેળના
For Private and Personal Use Only