________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
-
--
--
' ર–પતિશ્રી રવિહંસજી દીપહંસજી-સુરત
૧.ધનુર્વાના ઉપાય -જાયફળ, જાવંત્રી, અફીણ અને તજ એને વાટી ધંતૂરાના રસમાં ઘંટી મારી જેવડી ગાળી વાળવી.૧ થી ૨ ગોળી દિવસમાં ૩ વાર પાણી સાથે આપવી જેથી ધનુર્વાયુ મટે છે.
૨. જે કોઈ માણસને વાગ્યું હોય અને ધનુર ધાવાની જ. ગ્યાથી લેહી વહી ગયું હોય, તે ધનુર ધાવાને સંભવ છે. જે તે વખતે બે રતીથી ૨રતી સુધી દિવસમાં બે વખત ત્રણ દિવસ લગી લાગેલા ગટ અફીણ ખવરાવવામાં આવે તે ધનુર ધાશેજ નહિ.
૩. પડતાંની સાથે જે દરદીનું પેટ ચડ્યું હોય તે તાકીદે પેટ ઊતરે તે ઉપાય કર. લેહીવાળે જખમ હોય તે તેલ અને સિંદૂરમાં રૂનું પૂમડું બેબી પાટો બાંધવાથી રુઝાઈ જાય છે.
૪. જીવતે સળગતે બાવળને અંગારો બારીક વાટી તલના તેલમાં મેળવી રૂમાં બેળી પાટે બાંધી દે. એ પ્રમાણે દરરોજ
પડવાથી જખમ રૂઝાઈ જાય છે. લેખંડ વાગવાથી પડેલા જખમને પાકવા નહિ દેતાં રુઝવવાને આ ચક્કસ ઇલાજ છે.
૩-વૈદ્ય બાલકૃષ્ણ રત્નચર-સુરત , ૧. વ્યાધિગજકેશરી:-પાર, ગંધક, વછનાગ, હરતાલ, મરી, પીપર, હરડેદળ, બહેડાંદળ, આમળાં એ સર્વે બબે તેલા અને શુદ્ધ નેપાળે ૪તેલા લઈ પારા ગંધકની કાજળી કરી તેમાં હરતાલ મેળવવું. પછી બીજા વસાણુનું ચૂરણ મેળવી ભાંગના રસની સાત ભાવના આપવી, નગોડના રસની સાત ભાવના આપવી. ત્યાર પછી ચઠી જેવડી ગોળીઓ વાળી જુદા જુદા ઉપદ્રમાં જુદાં જુદાં અનુપાન સાથે આપવી.
(૧) સર્વ જાતના તાવ ઉપર દૂધ સાથે આપવી.
For Private and Personal Use Only