________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉરક્ષિત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ
૬૩૫
સાબરશિંગુ -સાબરશિંગું તોલા ૧૦ લઈ તેને પ્રથમ ૩ દિવસ ગોમૂત્રમાં પલાળી મૂકવું. મૂત્ર નવું બદલતા જવું. પછી તેને કેયલામાં મૂકી ફૂંકી મૂકવાથી સફેદ થશે. પછી તે કટકા વાટીને આકડાના દૂધમાં ૧દિવસ ખલકરી ટીકડીઓ બનાવવી અને સૂકવી નાખવી. પછી સગડીમાં કેયલા ભરી તેમાં વચ્ચે ટીકડીઓ મૂકી, તેના ઉપરકેયલા મૂકી સળગાવી મૂકવા. બળીને ઠંડું થઈ રહે એટલે કાઢીને વાટી વસ્ત્રગાળ કરી મૂકવા. આ સાબરશિંગાની ભસ્મ રતી ૧ થી ૩ સુધી મધ સાથે કિંવા ઘી સાથે અથવા આદુના રસ સાથે આપવાથી પાંસળાનું ચૂળ, ખાંસી, શ્વાસ, તાવ વગેરે નરમ પડે છે. ૪-વૈદ્ય ડાહ્યાભાઈ મનસુખરામ પુરોહિત-સણસોલી - દમ માટે -દમ તથા શ્વાસ બેસાડી દેવા માટે ખાપૂરમેરથયુ ઘઉંની કણકમાં વીંટીગળી કરીને ગળી જવી. આથી એક વાર તાત્કાલિક દમ બેસી જશે. આ ઉપાય દમની અસહ્ય પીડાને એકદમ મટાડી દે છે. આ ઉપાય તાત્કાલિક દમ બેસાડી દેવા સારુ છે એટલું જ નહિ, પણ તેજ ગળીને બેત્રણ વખત ઉપયોગ કરવાથી કેટલાક પ્રકારને દમ તદ્દન બેસી પણ જાય છે. એ અનુભવસિદ્ધ છે.
૪૧–વૈદ્ય ત્રિકમલાલ કાળીદાસ–ખાનપુર દમ, શ્વાસ અને કફનાં અસાધ્ય દર પર વજ (ગધીલે વજ)નું વસ્ત્રગાળ ચૂર્ણ કરી બે આનીભાર ચૂર્ણ પ્રથમ ગરમ દૂધમાં પાવું. ત્રણ કલાકે એક આનીભાર ઠંડા પાણીમાં પાવું. તેવી જ રીતે ત્રણ કલાકે બીજું ઠંડા પાણીમાં પાવાથી કેટલાકને બકારી થઈ તથા કેટલાકને વગર બકારીએ (ઊલટી થયા વગર) દમ, શ્વાસ તથા કફનાં અસાધ્ય દરદને નાશ થાય છે.
કર-વૈદ્ય શ્યામચંદ ગવર્ધનરામ-ખાખરેચી શ્વાસયુક્ત કફ-હરડે, બહેડાં, આમળાં, સુંઠ, દેવદાર,
For Private and Personal Use Only