________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયુંરગ
તે પણ શરીરનાં જુદાં જુદાં સ્થાન પર રહેલા પિત્ત અને કફ તથા તેથી બનતી સાતે ધાતુઓમાં તથા દશે ઇક્રિયામાં વાયુ, પિત્ત અને કફના હીન, મિથ્યા અને અતિવેગથી જુદી જુદી પીડાવાળા વાયુના રોગે જણાય છે. તે વાયુના રોગોના નિદાનશાસ્ત્ર જુદા જુદા એંશી પ્રકાર વર્ણવ્યા છે. પરંતુ તેના નામાર્થમાં તેનાં લક્ષ
ને સમાવેશ થતો હેવાથી, તે તમામને એટલે એંશી પ્રકારના વાયુને ઉલ્લેખ કરવાની અત્રે જરૂર નથી. પરંતુ વાયુ બળવાન છે અને આખા શરીરના તંત્રને ચલાવનાર તથા પિષણ આપનાર છે. એટલે તે વાયુને હીન, મિથ્યા કે અતિગ થવાથી આખા શરીરવ્યાપારને હીન, મિથ્યા કે અતિગ થાય છે. એટલા માટે પ્રથમ પાંચ પ્રકારના વાયુ, શરીરનાં પાંચ સ્થાનમાં રહીને, વિકાર પામ્યા પછી કયા કયા રોગો અથવા શા શા ઉપાદ્ધ કરે છે, તે જાણવાની આપણને ખાસ જરૂર છે.
અપાનવાયુ આ વાયુ પિત્તયુક્ત થઈ જ્યારે દુષ્ટ થાય છે ત્યારે બળતરા થાય છે, અંગ તપ આવે છે અને મૂત્રને રંગ રક્તવણે થાય છે, પણ તે વાયુ જે કફયુક્ત થાય છે, તે કમરથી લઈને નીચલા ભાગને જડ અથવા ભારે કરે છે તથા તેનાથી ટાઢ ચડે છે.
સમાનવાયુ-આ વાયુ પિત્તયુક્ત થતાં પરસેવે વળે છે, અંગમાં બળતરા થાય છે, શરીર ગરમ બને છે અને મા આવે છે. પણ આ વાયુ કફયુક્ત થતાં મળમૂત્રને અટકાવ થાય છે અને રુવાંટી ઊભી થાય છે.
પાનવાયુ–આ પાનવાયુ પિત્ત સાથે ઘેરાવાથી ઊલટી તથા શરીરથી દાહ કિંવા આગ ઉત્પન્ન કરે છે. પણ તે કફથી ઘેરાય તે શરીરને દુબળ કરે છે. સુસ્તી તથા બેચેની લાવે છે, વારેઘડીએ ઊંઘનાં ઝોકાં આવે છે અને મુખ અંદરથી શુષ્ક થાય છે.
For Private and Personal Use Only