________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
વશે કે એક એક દેશના પાંચ પાંચ મેંદથી પંદર ભેદે એક એક ઈન્દ્રિયમાં, એક એક તન્માત્રામાં અથવા એક એક સ્થાનમાં અને એક એક ધાતુમાં પોતપોતાના ગુણધર્મ પ્રમાણે કામ કરી રહેલા છે. જ્યારે આંખમાં રહેલો સમાનવાયુ હીન, મિથ્યા કે અતિગને પામે છે, એટલે બીજા ચાર વાયુઓ, પાંચ પિત્તો, પાંચ કફ અને સાત ધાતુઓમાં હીન, મિથ્યા અને અતિયોગ થાય છે. આથી જે જે વાયુને જે જે પિત્ત, કફ તથા ધાતુઓ સાથે પરસ્પર હીન, મિથ્યા અને અતિગ થાય છે તે તે વાયુ, પિત્ત અને કફમાં તથા ધાતુઓનાં સ્થાનમાં તેના તેના ગુણ ધર્મ પ્રમાણે પીડા ઉત્પન્ન થાય છે. તેવી દરેક જાતની પીડાને ઓળખવા માટે તે તે પીડાને રોગ ગણી, તેનાં જુદાં જુદાં નામ આપવામાં આવ્યાં છે. આ દાખલાથી એટલું સમજમાં આવશે કે, આખા શરીરમાં રહેલા દરેકે દરેક સ્થાનમાં એટલે શિરાઓ, ધમનિઓ, કન્દરાઓ, હાડકાંઓ, સાંધાઓ, સ્નાયુઓ, મેદ, મજજા, માંસ, લોહી, રસ, ચામડી અને ધાતુઓની ઉપધાતુઓમાં સ્થળે સ્થળે પાંચ પ્રકારને વાયુ પ્રાધાન્ય ભેગવી, પાંચ પ્રકારનાં પિત્ત અને પાંચ પ્રકારને કફને શુદ્ધ કરી તેની ધાતુ બનાવે છે તથા અશુદ્ધરૂપ દેને દેષના રૂપમાં કે ઉપધાતુના રૂપમાં શરીરની બહાર કાઢી નાખે છે. એટલા માટે વાયુને મહાબળવાન તથા આખા શરીરતંત્રને ચંલાવનાર, પિષનારે, વૃદ્ધિ કરનાર, હીન કરનારો અને અંતે નાશ કરનારે કહેવામાં આવ્યા છે. આથી ચિકિત્સકોએ શરીરના દરેક ભાગમાં થતા ઉપદ્રને તપાસી, તેને મિશ્રભાવના હીન, મિથ્યા અને અતિયોગને સમજી ત્રિદેષના ઉપદ્રવને દબાવવા માટે ત્રિગુ. ણાત્મક અને ષડરસાત્મક ચિકિત્સા કરવી, જેથી રોગી નિરામય થઈ આયુષ્યવાન થાય છે. એટલા માટે વાયુવેગે છે કે અચિન્ય લક્ષણવાળા અને અનંત છે, તથાપિ તેની સામાન્ય ચિકિત્સા જે
For Private and Personal Use Only