________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ઉદાનવાયુ-આ વાયુ પિત્તયુક્ત થઈ બગડવાથી બળતરા થાય છે, મૂછ આવે છે, ભ્રમ થાય છે અને પરિશ્રમ વિના થાક લાગે છે. પણ તે વાયુ કફથી ઘેરાતાં પરસેવે બંધ થાય છે, રુવાંટા ઊભાં થાય છે, જઠરાગ્નિ મંદ થાય છે અને ટાઢ ચડે છે.
વ્યાનવાયુ –આ વાયુ પિત્તની સાથે વિકારવાળે થવાથી ગાત્રને વિક્ષેપ એટલે રેગી અવયને પીડાને લીધે લાંબાટૂંકા કર્યા કરે છે તથા થાક ઘણે લાગે છે. તે વાયુ કફ સાથે ઘેરાતાં શરીર ખેંચાઈ લાકડીની પેઠે સીધું થાય છે અને સોજા આવે છે તથા શુળ મારે છે. એવી રીતે કુપિત થયેલ વાયુ રસધાતુમાં પહે હેય તે ચામડીને લુખી, ફાટેલી કિંવા ચિરાડા પડેલી, બહેર મારી ગયેલી, ખરબચડી અને કાળી બનાવે છે અને તેમાં કાંટા ખેંચ્યા જેવી પીડા થાય છે તથા તે રબરની પેઠે તણાય છે. તે ઉપરાંત વખતે ચામડીને રંગ લાલાશ પડતે બનાવે છે ત્યારે હૃદયાદિ મમસ્થાનમાં દુઃખ થાય છે.
જે એ વાયુ રક્તધાતુમાં પહોંચ્યું હોય તે તેનાથી સંતાપકારક તીવ્ર પીડા થાય છે, શરીર સુકાઈ પાતળું થતું જાય છે, અન્નપર અભાવે થાય છે, જમ્યા પછી શરીર ભારે થઈ તેમાં કળતર થાય છે તથા ચામડી ફાટીને તેમાંથી રસી ઝરે છે.
જે એ વાયુ માંસ અને મેદ સુધી પહોંચે છે તે શરીર ભારે થાય છે, કશાથી ઘુંટી રહ્યું હોય તેમ સ્થિર લાકડા જેવું થાય છે, સુષ્ટિપ્રહાર થવાની પેઠે બધું અંગ બહુ કળે છે તથા તે ઉપર આંગળીને સ્પર્શ પણ સહન થતું નથી.
જે એ વાયુ અસ્થિ તથા મજજા સુધી પહોંચ્યો હોય તે હાડકાંના સાંધાઓના વચલા ભાગ દુખે છે, સાંધાઓ કળે છે, માંસ અને બળ ક્ષીણ થાય છે, ઊંઘ ઊડી જાય છે અને શરીર
For Private and Personal Use Only