________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૧૧-વૈદ્ય આણંદજી અને પીતાંબર સવજી-ઉના
આંચકી માટે - અફીણ, કેશર અને પીપળાની વડવાઈની ગળી વાળી ઉંમર અને દરદના પ્રમાણમાં ગ્ય માત્રાએ આપવાથી આંચકી અવશ્ય મટે છે.
વાયરે -સૂકું, લૂખું ઠંડું, થોડું અને હલકું એવાં અન્નનું ભક્ષણ કરવાથી અત્યંત સ્ત્રીસંગથી ઘણા ઉજાગરાથી વિરુદ્ધ ઔષધથી, કફ, પિત્ત, મળ, મૂત્ર અને લેહી વગેરે વહી જવાથી, મોટા ખાડા કૂદવાથી, નદીમાં ઘણું તરવાથી, વગર વિસામે લબ માગ કાપવાથી, કામધંધામાં શક્તિ ઉપરાંત મહેનત ઉઠાવવાથી, ઘણું કૂદી ઊછળીને રસરક્તાદિક ધાતુને ક્ષીણ કરવાથી, રાતદિવસ ચિંતાથી, ઘણા તાપનું સેવન કરવાથી, મળમૂત્રાદિના વેગને રેક. વાથી, કાષ્ટાદિ જડ પદાર્થને શરીર પર માર પડવાથી, અપવાસ કરી પરાણે લાંઘણે ખેંચવાથી, મર્મસ્થાન ઉપર માર પડવાથી, હાથી, ઊંટ તથા ઘોડા જેવાં શીધ્ર ગતિવાળાં પ્રાણી પર સવારી કરવાથી, વિકાર પામેલા વાયુ શરીરમાંના સ્ત્રોતને અથવા ભાગોને વિકારી કરી નાખવાથી સર્વાંગમાં અથવા એકાંગમાં વ્યાપીને વિવિધ પ્રકારના વાયુના રોગોને ઉત્પન્ન કરે છે.
વાયુ પિતાની ગતિથી વિરુદ્ધ ગતિવાળો થાય, એટલે આખા શરીરને પિત્ત તથા કફ પહોંચાડી શકે નહિ, તેમ ખાનપાનથી ઉત્પન્ન થયેલા મળને બહાર કાઢી શકે નહિ. આથી આખા શરીરને વ્યવહાર અવ્યવસ્થિત થવાથી જે પીડા ઉત્પન્ન થાય છે, તેને વાતરોગ કહે છે. જો કે વાતોગમાં વાયુ કુપિત થાય છે,
For Private and Personal Use Only