________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
શાંતિ થાય તે તે અરુચિ મટે છે. પણ ઘણાખરા રેગી એવા રોગથી મરણ પામતા જોવામાં આવ્યા છે.
જે રેગીને ઊલટી થતી હોય તે રોગીને દરેક ઊલટીએ બબ્બે ગોળી છર્દિરિપુની આપવાથી સામાન્ય ઊલટી બંધ થઈ જાય છે. જે રેગીને અજીર્ણથી ઊલટી થતી હોય અથવા ઘણું તાપમાં રખડવાથી લૂ લાગીને ઊલટી થતી હોય અથવા જેને ઊલટી થતાં છાતીમાં ઊબકા આવતા હોય, ગભરામણ થતી હોય તથા ઊલટી બરાબર થતી ન હોય, પણ ગભરામણથી શરીરે પસીનાના ઝેબ છૂટતા હોય, તેવી અવસ્થામાં સજીવન ગુટિકા નંગ બે તથા છેડાં સાથે વગર શેકેલી એલચી નંગ બે, ઠંડા પાણીમાં વાટી પાવાથી તરત આરામ દેખાય છે. સજીવન ગુટિકા એલચી સાથે વાટીને કલાક કલાકે આપી શકાય છે. જે વિચિકામાં ઊલટી અને ઝાડા થતા હોય તે કરાદિ ગુટિકા દરેક ઊલટી અને ઝાડ, બબ્બે ગેળી પાછું સાથે ગળાવવાથી તરત આરામ થાય છે.
જે રોગીને અત્યંત તૃષા લાગતી હોય તેને સોનાને વરખ મધમાં ચટાડવાથી મેંમાં અમી આવે છે. અથવા પીપર, મરી અને એલચી તથા કાળી દ્રાક્ષ સમભાગે લઈ, દ્રાક્ષમાંથી જેટલાં બી નીકળે એટલા દાણા ગણીને કાળાં મરીને લેવા. પછી પીપર, મરી, એલચીનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેમાં દ્રાક્ષને મેળવી, દ્રાક્ષના વજન જેટલું મધ અને આદાને રસ એ બેની ચાસણી કરી, તેમાં દ્રાક્ષવાળ ભૂકો ઉમેરી ચટણી બનાવવી. એ ચટણીનું સેવન કરવાથી મળ પચે છે, વાયુ નિયમિત થાય છે, મુખમાં અમી છૂટે છે અને તૃષા મટે છે. તૃષાવાળા રેગીને એકંદરે વાયુશામક ઉપચારે કરવા, પરંતુ ગરમીથી શેષ પડે છે એમ ધારીને ઠંડા લીલા સેવા કે અતિ ઠંડું પાણી અથવા ઠંડા પદાર્થોને ઉપયોગ કરે
For Private and Personal Use Only