________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરુચિ, ઊલટી અને તૃષાગ
૮–અમદાવાદના એક વેધરાજ ૧. ઊલટી માટે -છાતી અને પેઢુના વચલા ભાગમાં વિલાયતી રાઈનું પ્લાસ્ટર મારવાથી પાંચ મિનિટમાં ગમે તેવી ઊલટી થતી હોય તે પણ બંધ થઈ જાય છે. પ્લાસ્ટર મારેલી જગ્યાએ બળતરા થવા માંડે એટલે પ્લાસ્ટર કાઢી નાખવું અને તે જગ્યાએથી ચેટેલી રાઈ કપડા વતી લૂછી લેવી. રાઈ કપડાની જે બાજુએ ચોપડેલી હોય તે બાજુ છાતી અને પિના વચલા ભાગમાં મૂકવી. આ ઉપાય મને કેલેરા થયે હતું ત્યારે અજમાવ્યું હતું.
૨. નેતરની લાકડીને પથ્થર ઉપર પાણીમાં ઘસી ચંદન જેવું જાડું એક રૂપિયાભાર પાણી કરી પીવાથી સર્વ પ્રકારની ઊલટી તાકીદે બંધ થાય છે.
૯-એક વૈધરાજ જેમનું નામઠામ મળ્યું નથી
ઊલટી માટે -જીરું, મોટી હરડેલી છાલ, નાગકેશર, લીંડીપીપર અને વરિયાળી, એ સર્વ સમભાગે લઈ વાટી ચૂર્ણ કરી, તેમાં પાંચમા ભાગે લેબાનનાં ફૂલ મેળવી મધમાં ચાટવાથી ઊલટી બંધ થાય છે.
૧૦–વૈદ્ય પુત્તમ બહેચરભાઈ-કલેલ ૧. ઊલટી માટે -એલચીદાણું, લાજા (ડાંગરની ધાણી), લવિંગ, નાગકેસર, કાંગ, લીંડીપીપર, બેરના ઠળિયાની મજ અને મેથ એ સર્વ સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, એક તેલાની માત્રા, મધ તેલા બે તથા સાકર તેલા બે સાથે મિશ્ર કરી એક અથવા બે વખત આપવાથી સર્વ પ્રકારની ઊલટી મટે છે. આ ઉપાયઘણજ ચમત્કારિક અને તરત ઊલટીને મટાડે એવે છે.
૨. એક શેર ગરમ પાણીમાં પીપળાનાં છોડાંની રાખ નવ
For Private and Personal Use Only