________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
છાતીનું દરદ અને અદ્યમાન એટલા ઉપદ્ર હોય છે, એવા ઉપકવવાળી ઊલટી હોય અથવા ક્ષીણ થયેલા માણસને અત્યંત લાગુ પડેલી હોય, લેહીથી તથા પસ્થી સંયુક્ત હોય અને મોરપિચ્છના ચાંદલા જેવી કાન્તિવાળી હોય, તે ઊલટી અસાધ્ય છે અને જે ઊલટી ઉપદ્રવ વગરની હેય તે સાધ્ય કહેવાય છે. - તૃષારગ (તરસ):-ભયથી, શ્રમથી, બળ નાશ થવાથી, કોધથી, અપવાસથી, સમાનવાયુ અને પાચકપિત્ત બગડવાથી તૃષાને આચ્છાદન કરનારી ધમનિઓનું મૂળ જે પિત્તાશયની ઉપર કલમ નામથી ઓળખાય છે, તેના મૂળમાં વાયુ અને પિત્તને અતિગ થવાથી તેના દ્વારા જે જે સ્થાનમાં પાણીને પહોંચાડવાની જરૂર છે, તે તે સ્થાનમાં પાણી પહોંચવાથી કફને હીનયોગ થાય છે. તેમાં મુખ્યત્વે કરીને તાળવામાં જ્યાં તૃષાનું સ્થાન છે, તે ભાગ સુકાવાથી મુખ સુકાય છે અને મનુષ્યને તૃષા ઉત્પન્ન થાય છે. એટલે પેટમાં રહેલું અપકવ અન્ન આમ અને કફથી બગડીને ત્રણ દેજવાળી ત્રણ જાતની તૃષા ઉત્પન્ન કરે છે. તેમજ ઘવાયેલાં માણસને તરસ લાગે છે તે ચેથી, ક્ષયરોગમાં તરસ લાગે છે તે પાંચમી, આમમાંથી ઉત્પન્ન થાય છે તે છઠ્ઠી અને અન્ન ખાધા પછી જે તરસ લાગે છે તે સાતમી છે. એ પ્રમાણે સાત જાત પિકી વાયુની, કફની અને અન્ન ખાધા પછીની તૃષા સહેલાઈથી મટે છે. બાકીની પરાણે મટે એવી છે. એ તૃષાને વેગ અત્યંત વધવાથી તે તે દેને ઉવણમાં તે તે દેને મળતાં લક્ષણે થાય છે, તે નિદાનશાસ્ત્રથી જાણી લેવાં. પરંતુ વાયુ આદિ વિકારોથી ઉત્પન્ન થયેલી તૃષા ઘણી વધી પડી હેય, વ્યાધિથી હાડપિંજર થયેલા પુરુષને તૃષા લાગતી હોય, ઊલટી થયા પછી જેને તૃષા લાગતી હોય અથવા જે ભયંકર ઉપદ્રવયુક્ત તૃષા હોય તેને અસાધ્ય જાણવી.
For Private and Personal Use Only