________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરુચિ, ઊલટી અને તૃષાગ
૬પ૧
કફ અને રસનકફ તથા નેહગકફને મિથ્યાયોગ થાય છે, એટલે પિત્તને અતિગ થવાથી તે રેગીને મૂછ થાય છે, તેની સાથે માથામાં, તાળવામાં તથા નેત્રમાં સંતાપ થાય છે અને આંખે અંધારાં આવે છે. તેમ પીળું, અત્યંત ઊનું, હરિત રંગવાળું, કડવું ધુમાડા જેવું અને દાહવાળું વમન કરે છે તેને પિત્તપ્રધાન ઊલટી કહે છે.
જે માણસ અત્યંત મધુર તથા ચીકણું કફને ઉત્પન્ન કરનાર પદાર્થનું સેવન કરે છે, જેથી અપાનવાયુ, સમાનવાયુ, પાનવાયુ અને ઉદાનવાયુનો હીનયેગ થાય છે એટલે કફને અતિગ થઈ પિત્તને મિથ્યાયોગ થાય છે, જેથી તે માણસને તંદ્રા આવે છે. મેઢાની મીઠાશથી, કફ કરવાથી, તૃપ્તિ રહેવાથી, નિદ્રાથી, અરુચિથી તથા ભારેપણાથી પીડાય છે. જેના રુવાંટાં ઊભાં થઈ જાય છે, તે સાથે તે માણસ ચીકણું, ઘાડું, મીઠું, ઘેલું અને છેડી વેદનાવાળું વમન કરે છે તેને કફપ્રધાન ઉલટી કહે છે.
જે માણસ માનસિક અને શારીરિક અવયને બગાડે એવા ત્રણે દોષથી મળેલા પદાર્થોનું સેવન, દર્શન અને સ્પર્શન કરે છે, તેઓના ત્રણે દેને એકબીજા સાથે મિથ્યાગ થવાથી તે રેગીને શૂળ નીકળે છે, અને ખરાબ પાક થાય છે અને અરુચિ, દાહ, તરસ, શ્વાસ, પ્રમેહ થઈને ખારું, ખાટુ, નીલવણું ઘાટું, ઊનુંલેહીવણું વમન થાય છે તેને વિશેષ પ્રધાન ઊલટી કહે છે.
અહિતકર આહારથી, કૃમિઓથી, આમથી, સૂગ ચડે એવા પદાર્થોના દર્શનાદિથી અને ગર્ભ રહેવાથી થયેલી ઊલટીને આગંતુક ઊલટીમાં ગણેલી છે. એટલે એ આગંતુક કારણથી થયેલી ઊલટી, પાછળથી ઉપર કહેલા દેને પિતપોતાના કારણ પ્રમાણે પ્રાપ્ત થાય છે, તેથી તેનાં લક્ષણો જુદાં લખવાની જરૂર નથી.
જે ઊલટીમાં ઉધરસ, શ્વાસ, તાવ, તૃષા, હેડકી, ચિત્તભ્રમ,
For Private and Personal Use Only