________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉરઃક્ષત, કાસ, હિક્કા, શ્વાસ અને સ્વરભગ
૬૩૩
શિંગ, કપૂર, પીપરીમૂળ,લવિંગ કલ્ચરે, એ એકેક તેલે લઈ ચૂર્ણ કરી આદુના રસની, અરડૂસાના રસની અને બાવળની છાલના કવાથની અકેકી ભાવના આપી ગોળી ચણીબોર જેવડી કરી આપવાથી ઉધરસ, કફ, સ્વરભંગ, ગ્રધ્રસી અને ક્ષય ઉપર ઘણીજ ઉત્તમ અસર કરે છે.
૨. બુલબુલાદિ ગુટિકા -પોરે ૧, ગંધક ૨, લીંડીપીપર ૩ અને હરડેદળ ચાર ભાગ; બહેડાંદળ પાંચ ભાગ, અરડૂસાને રસ છ ભાગ, ભારંગી સાત ભાગ અને ખરસાર સાત ભાગ એને વસ્ત્રગાળ કરી બાવળની છાલના કવાથની એકવીસ ભાવના આપી ગળીઓ મધમાં બહેડાં જેવડી કરી આપવાથી ખાંસી, ઊર્વશ્વાસ ક્ષય, સ્વરભંગ અને ગલદાહ ઉપર અતિ ઉત્તમ છે. - ૩૮-વૈદ્ય ધીરજરામ દલપતરામ–સુરત
શ્વાસારિ રસ – જેઠીમધ તેલા ૨, સિંધવ, હળધર અને ફુલાવેલ ટંકણુ એ દરેક તેલ તેલ લઈ, એક દિવસ ખલમાં ઘૂંટી તેમાંથી ૧ વાલ, પાનનો રસ અને એલચી સાથે આપવાથી શ્વાસ નરમ પડી જાય છે.
૩૯-વૈદ્ય બાલણ રત્નેશ્વર–સુરત ૧, કફકેસરી -સેમલ તેલે ૧ અને સંચળ તેલા ૪ એને વાટી કેળાં નંગ બેમાં ઘૂંટી લુગદી કરી સરાવસંપુટમાં મૂકી સાત કપડમટ્ટી કરી સૂકવીને ગજપુટ અગ્નિ આપે. શીતળ થયે કાઢીને વાટી રાખી મૂકવું. આ માત્રા એક ચેખાથી ચાર ચેખા પૂર સુધી મધ સાથે આપવાથી ઊલટીઓ થઈને કફ નીકળી જશે. આ માત્રાથી ખાંસી, શ્વાસ, આંકડી તથા કફના વ્યાધિઓ સારા થાય છે. આંકડી (ખેંચ) વાળા તથા શ્વાસવાળાને ખાસ વાપરવા લાયક છે. ઘી, ઘઉં, સાકર, દૂધ વગેરે આપવાં, તેલ, ખટાશ, મરચાં વગેરે બંધ કરવાં.
For Private and Personal Use Only