________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે કાઢી ગેટ સુધ્ધાં વાટી ચણીબોર જેવડી ગોળી કરી કે બે ગોળી લેવી, તથા સાથે શીતે પલાદિ ચૂર્ણ આપવાથી ખાંસી મટી જાય છે. ૩૬–એક વિદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી
૧. ઉધરસ માટે –ભેંયરીંગણીનાં ડીંડવાને એક હાંડલીમાં ભરી મેંઢું બંધ કરી બાળવાં. તે ઠંડું થાય પછી તેમાંથી ડીંડવાં કાઢી લઈ ચૂર્ણ કરી તેમાં તેને વજનથી અર્ધી સંચળ અને તેને આઠમે ભાગ પુષ્કળમૂળ તથા એલચીનું ચૂર્ણ મેળવી તેમાંથી એકેક વાલ મધ, પાનનો રસ, અરડૂસીના પાનને રસ કે ગરમ પાણી સાથે આપવાથી ઉધરસ તથા કફ મટે છે.
૨.સૂંઠ, જાયફળ, રેવંચીની અને સાજીખાર એ એકેક તેલ અને ધતૂરાનાં બી ચાર તેલા વાટી વસ્ત્રગાળ કરી, પાણીમાં મગ જેવડી ગોળી કરી આપવાથી ખાંસી મટે છે.
૩. આદુને રસ તેલ છે તથા મધ તેલે ૧ જવખાર વાલ ૧ સાથે મેળવી ચાટવાથી શ્વાસ મટે છે.
૪. ઈદ્રવરણનાં ફળ નંગ ૫, કુંવારનાં લાબાં નંગ ૫, ખુરા સાની થર તેલા ૬૪, મેટું રગણું નંગ ૧,ભેંયરીંગણીનાં ફૂલ નંગ ૫૦, પંચલવણ તેલા ૩૨, અજમે તેલા ૩૨ એ ચીજોને ખાંડી સુકાવી એક હાંડલીમાં ભરી, મોં બંધ કરી કપડમટ્ટી કરી સુકાવી ગજપુટની આંચ આપી, ટાટું થયે બહાર કાઢી ઘૂંટી વાસણમાં ભરી રાખવું. તેમાંથી તેલ ૦ થી બે અનુપાન સાથે વિચારીને આપવાથી ઉધરસ, દમ, મરડે, ગોળ, શુળ, આફરો, મંદાગ્નિ, અજીર્ણ, ઉદરરોગ તથા બળ મટે છે.
૩૭-વૈદ્ય નદરામ પ્રાગજી-નાગેશ્રી ખેરમારાદિ ગુટિકા ખેરસાર તોલા ૧૩, હરડે, બહેડાં, આમળા, કાયફળનું છડું, સૂંઠ, મરી, પીપર, એલચી, કાકડા
For Private and Personal Use Only