________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
માં ભરી, ગજપુટ અગ્નિ આપ. પછી ઠંડું પડ્યા બાદ તેને કફને કાપવાવાળે બનાવ હોય, તે આકડાના દૂધમાં ઘૂંટી તેની ટીકડીએ કરી સૂકવી માટીની ઠીબમાં મૂકી તેને ગજપુટ અગ્નિ આપી, ઠંડુ પડે એટલે કાઢી લઈ શીશીમાં ભરી લેવી.
પ્રવાલભસ્મ -પરવાળાની જાડી ડાંખળી સડીને કાણું ન પડ્યાં હોય એવી રાતા રંગની શેર પાંચ લઈ તેને ઠીબમાં મૂકી, ગજપુટ અગ્નિ આપી, ભસ્મ બનાવવી. તે ભસ્મને કાઢી લઈ, જો શક્તિ માટે વાપરવી હોય, તે એક પુટ દૂધને તથા એક પુટ કુંવારના રસને આપી, ગજપુટ આપે અને જે વાયુની ખાંસીમાં અથવા જેની છાતીમાં ચાંદી પડી નથી એવી ખાંસી કે ક્ષયમાં વાપરવી હોય, તે આકડાના દૂધનો પુટ આપી ગજપુટ અગ્નિ આપ; પછી તેને વાટી શીશીમાં ભરી લેવી. | કનકધી પુટપાકા-જવખાર તેલા બે અને કાળાં મરી તેલા બેને વાટી ચૂર્ણ કરી, ધંતૂરાનાં લીલાં ફળ લાવી તેની ચાર ચીરી કરી, દરેક ફળમાં અર્ધા તોલાને આશરે ઉપલો ભૂકે ભરી, તેના ઉપર કપડમટ્ટી કરી, ધંતૂરાનાં ફળ બફાય એટલે અગ્નિ આપી તેને કાઢી લઈ, ગરમ ગરમ વાટી, તેની મઠના દાણા જેવડી ગોળી બનાવી, છાંયામાં સૂકવી ભરી રાખવી.
ખદિરાદિ ગુટિકા-આકડાનાં ફૂલની મીજ શેર એક, લવિંગ શેર એક અને ઊંચી જાતને કા શેર એક લઈને ભેગાં ખાડીને તેને એક લે બનાવી તપેલીમાં ભરો. પછી તે તપે. લી કરતાં જરા મેટા મોઢાની બીજી તપેલી લઈ તેમાં પાણી શેર બેને આશરે મૂકી, તે તપેલી ઉપર ચારણ મૂકી, તે ચારણીમાં પેલા ભૂકાવાળી તપેલી ઊંધી પાડી, તે બેઉ તપેલીઓને સગડીમાં કેલસા સળગાવી તે ઉપર મૂકવી. એટલે પાણીની વરાળ થઈ
For Private and Personal Use Only