________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૦૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
------
--
--
-
જગ્યા ખાલી રાખી, અડાયાં સિંચવાં અને ખાલી રહેલી જગ્યામાં ડાંગરનાં છાલાં પૂરતા જવું. એ પ્રમાણે પણે ખાડે ભરાય એટલે તેના ઉપર માલિકાના કપડમટ્ટી કરેલા સંપુટ ગઠવવા, અને તેના ઉપર બીજા છાણાં તથા ડાંગરનાં છાલાં ભરીને તેને ઢાંકી દેવાં. પછી તેમાં અગ્નિ સળગાવે તે એવી રીતે કે, ચારે બાજુએ થોડું થોડું ઘાસતેલ રેડી દિવાસળીથી સળગાવી દેવું, એટલે એકસરખે તાપ થશે અને ધુમાડે બહુ થશે નહિ. એ ભઠ્ઠી ત્રણ દિવસે અથવા ચાર દિવસે બળીને ઠંડી પડી જાય છે. તે ઠંડી પડ્યા પછી સંપુટમાંથી સુવર્ણ માક્ષિક ભમ કાઢી લઈ, છાશમાં વાટી, ઉપર પ્રમાણે કપડમટ્ટી કરી, ગજપુટના ખાડામાં છાલાં તથા અન્ય ડાયાં ભરી, સંપુટ ગોઠવી બીજી આંચ આપવી. એ પ્રમાણે દસ આંચ આપવાથી સુવર્ણ માલિકની બારીક, વજનદાર પણ કદમાં ફૂલેલી, પાકા જાંબુના રંગ જેવી શુદ્ધ સુવર્ણ માક્ષિક ભસ્મ થશે. આ ભસ્મ ગરમીનાં ચાંદાં તથા વિસ્ફોટકમાં પણ કામ કરે છે.
રસસિંદૂર-હિંગળકમાંથી કાઢેલે પાર તેલા ચાળીશ લઈ તેમાં એંસી તલા ગંધક મેળવી કાજળી કરવી. તે કાજળીને કુંવારના રસને એક પુત્ર આપી સુકાતાં સુધી વાટી, પાંચ રતલિયા અનશીશી લાવી તે શીશીનું મુખ ઉઘાડું રાખી, મુલતાની મટેડીથી સાત કાપડમટ્ટી કરી સૂકવી, તેમાં પેલી કાજળ ભરી, વાલુકાયંત્રમાં મૂકી બત્રીશ પહેરને મંદ-મધ્ય અગ્નિ આપ.
જ્યારે તેમાંથી ધુમાડો નીકળતું બંધ થાય ત્યારે શીશીને મેં ઉપર ઇંટને બૂચ બનાવી ચૂને અને ગળામાં ખરડી શીશીના સુખ ઉપર બરાબર બેસત કરે. તે પછી વાલુકાયંત્રની નીચે તીવ્ર અવિન આપ. એવી રીતે ચાર દિવસ અને ચાર રાત્રિ અખંડ અગ્નિ આપી, પછી તેને ઠંડું પડવા દેવું. વાલુકાયંત્ર બિલકુલ ઠંડું પડી જાય એટલે શીશી કાઢી લઈ તેની કપડમટ્ટી દૂર કરી શીશીને
For Private and Personal Use Only