________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ગુટિકાની ત્રણ ત્રણ ગોળી દિવસમાં ત્રણ વખત પાણી સાથે આપવાથી અથવા મધ સાથે ચટાડવાથી ખાંસી મટે છે. જે માત્ર લખી ખાંસી આવતી હોય અને શગી અત્યંત અકળાતે હેય, રાતદિવસ બિલકુલ મેં મળતું નહિ હોય તે દ્રાક્ષાદિગુટિકા દિવસમાં ત્રણ વાર ગોળી પાણી સાથે ગળાવવાથી કફ પાકી લીલે થઈ ખાંસી મટે છે. પણ આ ગોળીથી ઘણી વાર જીવ કચવાઈ ઊલટી થાય છે. તેવી અવસ્થામાં જરા ઘી ચટાડવાથી ફેર, ચક્કર, ઊલટી અને જીવ કચવાતે બંધ થઈ જાય છે. જે લૂખી ખાંસી હેય અને ગળું સુકાતું હોય તે મધુયષ્ટિની એકેક ગોળી કલાક કલાકે મેંમાં રાખી રસ ચૂસવાથી ઘણું સરસ કામ કરે છે. જે રેગીને તાવ આવી ગયા પછી અથવા તાવની સાથે હાંફ સાથે ખાંસી આવતી હોય, તે માણેકરસ વાલ અર્ધાને આશરે દિવસમાં ત્રણ વાર મધમાં આપવાથી ખાંસી મટે છે. જે રેગીને તાવ, પાસામાં શૂળ અને ખાંસી એ ત્રણ સાથે હોય (જેને ત્રિદોષ કહેવામાં આવે છે, તેવા રોગીને આદુ તેલે એક વાટીને તેમાં પાણી મૂકી એક તેલે રસ કાઢો. પછી તેમાં અધે તેલે મધ નાખી,પિવાય તેવું ગરમ કરી, સાબરભસ્મ વાલ અર્ધો અને માણેકરસ વાલ અર્ધા, પ્રથમ મધમાં ચટાડી તેના ઉપર આદુ-ફુદીનાવાળો રસ શેડો ઊને પાવાથી તે ત્રિદેષને મટાડે છે. એ પ્રમાણે બુદ્ધિ પહોંચાડી પાછલા પ્રકરણમાં તથા આ પ્રકરણમાં જે જે ઉપાયો લખ્યા છે, તે તમામ વાયુ, પિત્ત અને કફપ્રધાન ખાંસીનું સ્વરૂપ સમજી આપવાથી જરૂર ખાંસીને મટાડે છે. જે કોઈ રેગીને હેડકી (હિ) થઈ હોય તે એક રૂપિયાભાર ગેળનું પાણી કરી તેમાં અર્થો વાલ માણેકરસ મેળવી, કલાકે કલાકે અથવા બે કે ત્રણ ત્રણ કલાકે પીવાથી હેડકી મટી જાય છે. અથવા મેરપિચ્છની ભસ્મ વાલ અર્ધી, મધમાં દિવ
For Private and Personal Use Only