________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉરઃક્ષત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ ૬૧૭
:
:
'
.
વાયુ અને કફપ્રધાન શ્વાસરોગ પણ અસાધ્ય ગણાય છે. માટે શ્વાસના રોગીને શક્તિવર્ધક, વીર્યવર્ધક, લેહીવર્ધક અને બૂડ ચિકિત્સા કરી તેને જીવનને ટકાવી રાખવું એટલું જ વૈદ્યનું કર્તવ્ય છે. આટલો અમારે અનુભવ છે. પરંતુ વિદ્વાન વૈદ્યો પિતાના અનુભવથી શ્વાસના રોગને સારે કરે અને બીજા નવા રેગને ઉત્પન્ન ન કરે, એવા ઉપચારથી જનસમાજનું હિત ચિંતવતા હોય તે તેને માટે ધન્યવાદ આપીએ છીએ.
જે કઈ રોગીને સ્વરભંગ થયો હોય તે ખાંસીના અને શ્વાસન ઉપર લખેલા ઉપચારે પિકી કઈ પણ ઉપચારથી મટી શકે છે, પરંતુ સ્વ૫ ચંદ્રોદય મધ સાથે આપવાથી, મધુષ્ટિની ગોળી અથવા ખદિરાદિની ગોળી મેંમાં રાખી રસ ગળવાથી અથવા કાળો કે પીળો શ્વાસકુઠાર મધ-ઘી સાથે આપવાથી સ્વરભંગ મટે છે. સામાન્ય જાતને સ્વરભંગ આપણે ઘેર લગ્ન કે ઉત્સવ પ્રસંગ હોય તે અરસામાં થાય છે. તેવા સ્વરભંગમાં આખું આમળું અથવા હીમજી હરડે અથવા બુગંધ અથવા બહેડાની છાલ મોંમાં રાખી રસ ગળવાથી મટે છે. પરંતુ ક્ષયના રેગમાં, ખાંસીમાં કે શ્વાસના રોગમાં ઉપદ્રવ તરીકે ઉત્પન્ન થયેલ સ્વરભંગ તે રોગીઓનું મરણ પાસે આવવાની નિશાની તરીકે ગણાય છે. તેની ચિકિત્સા કરતાં જે પ્રથમ સ્વરભંગ સારો થાય તે જ તે રેગીના બચવાની આશા રાખી શકાય છે. કેટલીક વાર સ્વરભંગના રોગીને પાકાં કેળાની છાલ અથવા ગુલાબજળમાં મેળવેલી ગુલેઅરમાની અથવા મુલતાની વાટી અથવા કોથમીર (લીલા ધાણા)ના રસમાં સોનાગેરૂ મેળવી ગળે ચોપડવાથી અથવા એકલી કેથમીર ગળે બાંધવાથી સામાન્ય સ્વરભંગ મટી જાય છે. અથવા આંબાને સૂકો મેર અથવા બાવળનાં સૂકાં ફૂલ મેંમાં રાખી રસ ગળવાથી પણ સ્વરભંગ મટે છે. અથવા રસસિંદૂર એક
For Private and Personal Use Only