________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉરક્ષિત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ
રપ
સિંધવ તેલા ૨, વડાગરુતેલા ૨, સાકર તલા ૮ અને હિંગળક તેલ ૧ લઇ હિંગળક સિવાયની તમામ વસ્તુનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, પછી હિંગળકને બારીક વાટી તેમાં ચૂર્ણ મેળવી, એક દિવસ સારી રીતે ખલ કરે. એ ચૂર્ણમાંથી બેથી ચાર વાલ મધ સાથે દિવસમાં ત્રણ વખત ચાટવાથી કાસ, કફ વગેરે મટે છે. ૧૩-વૈદ્ય ઉમિયાશંકર બાપુભાઈ–વીરમગામ
ખાંસીની ગોળી:-બહેડાંની છાલ, મરી, લવિંગ, કાથા, વરિયાળી, જેઠીમધ અને ગુંદર એ એકેક તેલ તથા સાકર તોલે અડધો અને તજ તેલો ખાંડી વસ્ત્રગાળ કરી, બાવળની છાલના કવાથમાં અથવા ન બને તે પાણીમાં ઘૂંટી વાલ વાલની ગેળી કરી મોંમાં રાખી રસ ગળવાથી તમામ પ્રકારની ખાંસી મટી જાય છે. આ ગોળીએ ઈન્ફલ્યુએન્ઝાની ખાંસીમાં ઘણું સારું કામ કર્યું છે.
૧૮-વૈદ્ય શ્યામલાલ ગોવર્ધનરામ–ખાખરેચી
સૂંઠ, મરી, પીપર અને ટંકણ ફુલાવેલે એ સર્વ સમભાગે લઈ બારીક વાટી પાનના રસમાં મરી જેવડી ગળી વાળી, સવારસાંજ એકેક ગળી આપવાથી ખાંસી મટી જાય છે.
૧૯-ડૉકટર મગનલાલ વિજભૂખણદાસ-સુરત
૧. ખાંસી માટે -મરી, અફીણ, વછનાગ, હિંગળક, બેરસાલ, ટંકણું કુલાવેલ અને જવખાર એ સર્વ સમભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી બેથી ચાર ગ્રેઈન જેટલું પાણી સાથે આપવાથી ખાંસી મટે છે.
૨. ખાંસી તથા તાવ-ભેંયરીંગણી, ગળે, અરડૂસે એ કેક તેલ લાવી અધકચરું છુંદી એક શેર પાણીમાં ઉકાળી નવટાંક પાણી અવશેષ શખવું. ત્યાર પછી તેમાં મધ નાખી પીવાથી ખાંસી તેમજ તાવ પણ મટે છે.
For Private and Personal Use Only