________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
વાર એકલી શંખભસ્મ અથવા પ્રવાલભસ્મ મધ સાથે આપવાથી ફાયદો થાય છે. શ્વાસકુઠાર રસ, કપતરસ, વાસાદિ ચૂર્ણ, બંગભસ્મ, દરદમ, સ્વલ્પ ચંદ્રોદય અને સાબરભસ્મ એ દરેકની સાથે થોડું થોડું કણાચૂર્ણ મેળવી મધ સાથે, ઘી સાથે અથવા દૂધની મલાઈ સાથે અથવા સાકરના ગરમ પાણી સાથે આપવાથી લાંબે કાળે શ્વાસરોગ મટે છે. અમારા અનુભવ પ્રમાણે શ્વાસના રોગીને કઈ ચીજ પથ્ય છે અને કઈ અપથ્ય છે તે કહી શકાતું નથી. કારણ કે કેટલાક શ્વાસના રોગીને કેળાં અથવા દહી અથવા તેલવાળા પદાર્થો અથવા છાશ અગર ખીચડી ખાવાથી શ્વાસ ઊપડી આવે છે અને કેટલાક શ્વાસના રોગીને એ વસ્તુઓ ખાવાથી ઊપડે શ્વાસ બેસી જાય છે. એટલા માટે અમે તે તે રોગીને જે વસ્તુ નડતી હોય તેની પરેજી કરાવી ઉપર લખેલાં ઔષધે પૈકી ગમે તે ઔષધનીયેજના કરીએ છીએ. આથી શ્વાસ નરમ પડી જાય છે. પણ એટલું તે નક્કી છે કે, પૂર્ણચંદ્રોદય સિવાય શ્વાસને જડમાંથી ઉખેડી કાઢવા જે એક પણ ઉપાય ફતેહમંદી ભરેલે જણાતું નથી. કેટલાક વેદ્યો મારેલે સેમલ, મારેલી હરતાલ, અથવા સહસ્ત્રપુટી અબ્રખભસ્મ ખવડાવી શ્વાસરોગની જડને નિમૂળ કરવાને દાવ રાખે છે; પણ શ્વાસના રોગીને શ્વાસ નિર્મૂળ થયેલે અમારા જેવામાં આવ્યું નથી. કારણ કે અત્યંત આકરા ઔષધથી કફ લીલે થાય છે જેથી વાયુને હીનાગ થાય છે અને પિત્તનો અતિગ થાય છે, અને તે પિત્તને અતિયોગને શાંત કરવા માટે ઘી, દૂધ, સાકર વગેરે આપવાથી કફ બળી જાય છે. તેવી જ રીતે વાયુને બળવાન કરવાવાળા રજોગુણી પદાર્થો આપવાથી વાયુને અતિગ થઈ, કફને હીનાગ થવાથી કફ સુકાઇ જાય છે, તેથી પણ વીર્ય બની શકતું નથી. એટલા કારણથી જેમ વાયુથી થયેલ પ્રમેહ અસાધ્ય ગણાય છે, તેમ
For Private and Personal Use Only