________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ચણાપૂરની વાળી એકેક ગોળી ખાવા આપવી, એટલે ઉધરસ મટે છે. લાંબે વખત સેવન કરવાથી હાંફ પણ મટે છે.
પ-વૈદ્ય નરભેરામ હરજીવન ભટ્ટ-નવાગામ ઊભી ભેંયરીંગણીના કાઢામાં પીપર ૧ વાલ નાખી દિવસમાં બે વાર પીવાથી ઉધરસ મટે છે.
૬-માસ્તર લલુભાઈ નાથાભાઈ–બર ચેખાં અને નવાં બહેડાં લઈ ઘીમાં શેકી તેને અરડૂસાને રસ પાવે. જેમ જેમ રસ સુકાતે જાય તેમ તેમ બીજે નાખતા જ. આ પ્રમાણે ૧૦-૧૨ વખત રસ પાયા પછી તે બહેડાંને આકડાનાં પાતરાંની પતરાળીમાં ભરી કપડમડ્ડી કરી પુટપાક કરે. પછી તેને ખૂબ લસોટીને ચણા જેવડી ગોળી કરી તે દિવસમાં ૫ થી ૭ ગેળી મેઢામાં રાખી રસ ગળવાથી ઉધરસ મટી જાય છે.
હ-વૈદ્ય કૃષ્ણરામ ભવાનીશંકર-ભાવનગર
જેઠીમધનાં મૂળ ખાંડી મધમાં આપવાથી ગરમીની ઉધરસવાળાને તરતજ લાભ દેખાય છે.
૮-વૈદ્ય અંબારામ શંકર પંડ્યા-વાગડ
૧. શેકેલાં લવિંગ, મરી અને બહેડાની છાલ સમભાગે લઈ, એ ત્રણેની બરાબર બેસાલ લઈ વાટીને બાવળની અંતરછાલના કવાથમાં ઘૂંટીને વટાણા જેવડી ગોળીઓ વાળી, તે ગોળી માં રાખી રસ ગળવાથી ઉધરસ મટી જાય છે.
૨. આકડાનાં વડાં, અજમો, મીઠું અને તીખાં એ ચારે રકમ તેલ તેલ લઈને બે રૂપિયા ભાર અફીણ નાખી પુટપાક કરી તેની વાલ વાલની ગળી કરી આપવાથી ઉધરસ મટે છે.
For Private and Personal Use Only