________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉરક્ષિત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ ૬૧૩
સંગથી પ્રતિમ કે અનુલામ ક્ષય થયો હોય, તે રાજમૃગાંક સેનેરી રંગને વાલ અર્ધ ઘી તથા સાકર સાથે સવારમાં ચટાડે અને સાંજે વાળુ કર્યા પછી મૃગાંકની શીશીમાં રસસિંદૂર જે રાતે મૃગાંક નીકળેલ હોય, તેમાંથી એક રતી મધ સાથે ચટાડવો. પણ જે લૂખી ખાંસી આવતી હોય તે રાત્રે સૂતી વખતે મૃગાંકની શીશીના મુખ ઉપરથી નીકળેલ ક્ષાર અર્ધા વાલને આશરે મધ સાથે રાતના દશ વાગ્યા પછી ચટાડ; એથી એ રોગી સારો થશે. એકંદરે ક્ષય અને ઉરઃક્ષતનાં જુદાં જુદાં સ્વરૂપમાં સ્વાભાવિક અને આગંતુક કારણેમાં વાયુ, પિત્ત અને કફને હીન, મિથ્યા અને અતિગ થવાથી શરીર કૃશ બને છે. તેમાં પૂર્ણચંદ્રોદય, સ્વલ્પ ચંદ્રોદય, ખર્ષ રભરમ, માક્ષિકભસ્મ, નાગભસ્મ, બંગભસ્મ,કંટકાર્યાવલેહ અને દ્રાક્ષાસવ, રોગનું બળાબળ જોઈ, બુદ્ધિપૂર્વક એમાંના કેઈ પણ ઉપાયની અથવા મિશ્રઉપાયની
જના કરવામાં આવે, તથા ચિકિત્સાના ચારે પાયા સેને કળાસહિત મળી આવેતે ગમે તે ભયંકર વ્યાધિ પણ મટી શકે છે, જે રોગીને સામાન્ય ખાંસી થઈ હોય તે ખંખેલી વાલ એક દિવસમાં ત્રણ વાર મધમાં ચટાડવાથી તે મટે છે. અથવા ઑખલી, - કપભસ્મ અને કણાચૂર્ણ મેળવીને વાલ વાલનું પડીકું દિવસમાં ત્રણ વાર મધમાં આપવાથી સામાન્ય ખાંસી મટે છે. અથવા સાબરભસ્મ અને કણચૂર્ણ સાથે મેળવીને વાલ વાલનું પડીકું મધ સાથે અથવા મધ અને ઘી સાથે આપવાથી એ ખાંસી મટે છે. જે લૂખી ખાંસી આવતી હોય અને ઉપરના ઉપાયથી ફાયદો જણાય નહિ, તે વાસાદિ ચૂર્ણ વાલ અદિવસમાં ત્રણ વાર મધમાં ચટાડવાથી આરામ થાય છે. અથવા ખદિરાદિ ગુટિકા દિવસમાં ત્રણ વાર બબ્બે ગોળી પાણી સાથે ગળાવવાથી ખાંસી મટે છે. જે ખાંસીમાં કફ સુકાતે હોય અને સહેજ હાંફ ચાલતી હોય તે માણેકરસાદિ
For Private and Personal Use Only