________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉરઃક્ષત, કાસ, હિદા, શ્વાસ અને સ્વરભંગ
૧૦૭
ચારણીનાં છિદ્રમાંથી થઈ તપેલીમાંના ભૂકાને બાફી નાખશે. તે બફાયા પછી તેને ખૂબ ઝીણું વાટી તેની વટાણા જેવડી ગોળી બનાવી, તડકે સૂકવીને ભરી રાખવી.
દ્રાક્ષાદિ ગુટિકાર–ખાવાની ભરૂચી તમાકુ શેર , કાળાં મરી શેર તથા કાળી દ્રાક્ષ શેર મા લઈ પ્રથમ તંબાકુ અને મરીને ઝીણા વાટી વસ્ત્રગાળ કરવાં. પછી દ્રાક્ષમાંથી ઠળિયા કાઢી પેલે ભૂકે તેમાં મેળવી ખૂબ ખાંડી, એકરસ થઈ જાય ત્યારે તેની મરીના દાણા જેવડી ગળી વાળી, શીશીમાં ભરી મૂકવી.
પીળે શ્વાસકુઠારા-મનસીલ શેર અર્થે તથા મરી અર્થે શેર લઈ એ બેને વાટી વસ્ત્રગાળ કરી, ખરલમાં ખૂબ ઝીણા વાટી તેમાં આદાને રસ નાખી બારીક વાટી, વાટતાં સુકાઈ જાય ત્યારે શીશીમાં ભરી મૂક.
રાજમૃગાંકર-પારો તલા , કલાઈ તેલા , નવસાર તેલા ચાર અને ગંધક તેલા આઠ લઈ, કલાઈને ગાળી તેમાં પારે મેળવ, એટલે તે કલાઈ ખરલમાં વટાશે. પછી તેમાં ગંધક તથા નવસાર નાખી કાજળી બનાવી, અગનશીશીમાં ભરી, વાલુકાયંત્રમાં મૂકી બાર પહેર અગ્નિ આપ. અગ્નિ આપતાં જ્યારે ધુમાડો નીકળતું બંધ થાય, ત્યારે રસસિંદૂરની માફક તેના મોઢા ઉપર ઇંટને બૂચ મારી તેજ અગ્નિ આપો. એટલે શીશીને તળિયે સુંવાળી સેનાના રંગ જેવી ભસ્મ તૈયાર થશે. જે તે ભસ્મમાં વજનદાર કાળો કી રહી જાય તો તે કીટે ફેંકી દેવાને છે અને શીશીની બાજુમાં રસસિંદુર જે પદાર્થ વળગેલે મળી આવશે; તેને જુદો કાઢી લેવો તથા શીશીના ડાટા આગળ ગળામાં સફેદ ખાર વળગેલે મળશે તેને જુદે કાઢી લે. સોનેરી રંગને મૃગાંક ક્ષય, ખાંસી અને પ્રમેહુ માટે સારો છે. રાતા રંગને મૃગાંક
For Private and Personal Use Only