________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
- -
- - -
- -
-
-
- -
-
-
--
-
માખણ સાથે અથવા દૂધની મલાઈ સાથે આપવાથી ખાંસી મટાડી તવાઈ ગયેલા માણસને શક્તિ આપી પુષ્ટ બનાવે છે. ઉપરથી નીકળેલા ક્ષાર મધમાં આપવાથી સૂકી ખાંસીને લીલી બનાવે છે.
સૂર્યાવર્ત -એક માટીની હાંડલી ૨ શેર ચોખા ચડે એવડી લઈને તેને તળિયે હાથીદાંતને વહેર અધી હાંડલી સુધી દાબીને ભરે. તે વહેર ઉપર સૂરોખાર શેર એક મૂકો. તેના ઉપર બીજો દાંતને વહેર હાંડલી ભરાય એટલે દાબીને ભરે. તેના ઉપર ઢાંકણું ઢાંકી સગડીમાં કોલસા સળગાવી મેદાનમાં સગડી મૂકી, તે ઉપર હાંડલી ચડાવવી, એટલે વહેર બળવા માંડશે. જે મેદાનમાં મૂકીશું નહિ તે તેની ગંધથી આપણે અકળાઈ જઈશું. તે વહેર બળવા માંડશે એટલે સૂરોખાર ફૂલવા માંડશે. જેમાં એટલે મેટો ગડગડાટ થશે કે જાણે હાંડલી ફૂટી ગઈ, પણ તેથી હાંડલી ફૂટતી નથી અને સૂરેખાર બળીને ઊડી જતો નથી. એ પ્રમાણે તમામ દાંતને વહેર બળી જાય અને ધુમાડો નીકળતા બંધ થાય, એટલે વહેરની રાખોડી કાળી પડી ગયેલી જુદી કાઢી નાખી, હાંડલીને તળિયે બેઠેલ સૂરેખાર લઈને વાટીને શીશી ભરી મૂકવી. જેની છાતીમાં ચાંદી પડી હોય અથવા છાતીમાં દાહ સાથે ખાંસી હોય અથવા પેશાબ પર તનખ મારતી હોય તેમાં આ રસ ઉત્તમ પ્રકારે કાર્ય કરે છે.
કંટકાવલેહ -ભેંયરીંગણીનું પંચાંગ લીલું દશ રતલ લાવીને તેને જરા છૂંદીને ચાર મણ પાણીમાં ઉકાળવું. જ્યારે એક મણને આશરે પાણી બાકી રહે, ત્યારે કપડે ગાળી લઈ, તે ઉકાળાને કઢાઈમાં નાખી ગળે, ચવક, ચિત્ર, મથ, કાકડાશિંગ, સૂંઠ, મરી, પીપર, ધમાસે, ભારંગમૂળ, રાસ્ના અને પડકચૂરો એ બાર ઓસડ ચાર ચાર તેલ લઈ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, તે ઉકાળામાં મેળવવું. ત્યાર પછી સાકર એંસી તેલ, ઘી બત્રીશ
For Private and Personal Use Only