________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા ભાગ-૨ જે
.
નહિ આવતાં આ ક્રિયાથી સુખરૂપ શુદ્ધિ થાય છે. કારણ કે શાસ્ત્ર પ્રમાણે શુદ્ધિ કરતાં કલાઈને ગાળીને ત્રિફળાના ઉકાળામાં નાખવાનું વિધાન કહેલું છે, પણ તપેલામાં ઉકાળ ભરી, તેના ઉપર ઘંટીના પડનું વજન મૂકી, તે ઘટીના ગાળામાંથી પાંચ શેર તે શું પણ એક શેર કલાઈ તપાવીને રેડીએ તે મેટા બંદૂક જેવા અવાજ થઈ કલાઈ ઊડે છે અને જે શેધન કરનાર વેદ્ય દર વખતે ઉકાળો બદલે નહિ, તે કલાઈ એટલું જોર કરીને ઊડે છે કે, વજનદાર ઘંટીના પડને પણ જમીનથી બેત્રણ ગજ સુધી ઊંચે ઉડે ! એટલા માટે એવી ભયભરેલી ક્રિયાના જોખમથી ડરી જઈને કેટલાક વૈદ્યો કલાઈ સીસું તથા જસતની શુદ્ધિ કરવાનું પડતું મૂકી, અશુદ્ધ ધાતુની ભસ્મ બનાવે છે, જેથી તે ધાતુની ભસ્મ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે અથવા વૈદ્યને કહ્યા પ્રમાણે કામ કરતી નથી. એટલા માટે અમે ઉપર લખ્યા પ્રમાણેની એક વાર ભસ્મ બનાવીને ને તેનું શોધન કરીએ છીએ. આથી ધાતુના દરેક પરમાણુમાં રહેલા દોષ નાશ પામી, ભસ્મ બળવાન અને નિર્દોષ બને છે. એ પ્રમાણે ની કલાઈની ભસ્મ બનાવી, પછી મેંદીનાં લીલાં પાતરાં ભસ્મથી બમણાં લાવી, તેને પાણી છાંટયા વિના બારીક ઘૂંદી, તૈયાર થયેલી કલાઈની ભસ્મ તે છૂંદેલાં પાતરાંમાં મેળવી દઈ, ટાટ અથવા ગુણપાટના કકડા ઉપર તે પાતરા સાથેની ભસ્મને બે આંગળ જાડી પાથરવી અને તે પછી તેને સખત અને કઠણ વિટ વાળો. તે વીંટે વળાયા પછી તેને મજબૂત કાથાની કે શણની દેરીથી ખૂબ કસીને બાંધવે. એવી રીતે બાંધેલા વીંટાને એક ઠીબમાં ત્રણ છાણાં નીચે મૂકીને તે પર વીંટાને ગોઠવી, પાંચથી સાત છાણાં તેના પર મૂકી અગ્નિ આપ, એટલે કલાઈની ભસ્મ ખીલી જશે. એ પ્રમાણે બે વખત મેંદીનાં પાતરાં સાથે અગ્નિ આપવાથી શુદ્ધ બંગભસ્મ થશે, આ ભસ્મ અશક્તને તથા ધાતુક્ષયવાળાને કાંઈ
For Private and Personal Use Only