________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
પાડેલાં છે, તેનાં જુદાં જુદાં લક્ષણે નિદાનશાસ્ત્રમાંથી જાણું લેવાં. કારણ કે દરેક શ્વાસના ભેદમાં વાયુ, પિત્ત અને કફન હીન, મિથ્યા અને અતિવેગથી જુદાં જુદાં સ્વરૂપ જણાય છે, તેથી શરીરમાં જુદે જુદે સ્થાને જુદી જુદી પીડા થાય છે. પરંતુ શ્વાસરોગમાં વાયુના અતિયોગથી કફ સુકાય છે અથવા તે કફના અતિવેગથી વાયુને હીનાગ થઈ ગળું રંધાય છે, એટલા માટે અમે જુદાં જુદાં લક્ષણે અહીં લખ્યાં નથી.
સ્વરભેદરોગા -તાણને મોટે અવાજે બોલવાથી, ઊંચે સ્વરે ભણવાથી, ગળામાં વાગવાથી અને વિષ ખાવાથી,વિકારયુક્ત થયેલ વાયુ ગળામાં વરને વહેવાવાળી જે ચાર નળીઓ છે ત્યાં વૃદ્ધિ પામી અવાજને બંધ કરે છે, તેથી તે સ્વરભંગરેગ કહેવાય છે. એ સ્વરભંગ વાયુથી, પિત્તથી, કફથી, સન્નિપાતથી, ક્ષયથી અને મેદથી થાય છે. એ રીતે છ પ્રકારને સ્વરભંગ થાય છે. - ઘરડા માણસને, સુકાઈ ગયેલાને, ખાંસીના રેગીને, શ્વાસના રોગીને ક્ષયના રોગીને અને સંગ્રહણીના રોગીને થયેલો સ્વરભંગ પ્રાણ લેનાર નીવડે છે. ટૂંકામાં જે સવરભંગ સામાન્ય કારણથી ઉત્પન્ન થયેલ હોય તે તે મટે છે, પરંતુ તે કઈ રોગના ઉપદ્રવ તરીકે ઉત્પન્ન થયા હોય તે તે જીવની સાથે જાય છે.
ખપરભન્મઃ-એક શેર જસત લઈ, તેને ઠીકરાના કલેડામાં મૂકી, ચૂલા પર ચઢાવી, નીચે તીવ્ર અગ્નિ કરે. જ્યારે તેને રસ થાય ત્યારે ખાખરની લીલી મૂળથી અથવા કેવડાનાં મૂળ જે કેવડાના ઝાડના થડ સાથે લાગે છે, તે મૂળથી ઘૂટતાં જવું. ઘૂંટતાં ઘૂંટતાં જસતની ભસ્મ બની જશે. એ ભસ્મ બન્યા પછી તે કલેડાને નીચે ઉતારી, ગરમ ગરમ હાલતમાં તેની વચમાં ખાડે કરી, ૧ શેર પાર પેલા ખાડામાં રેડી, કલેડામાંની જસતની ભસ્મથી તેને
For Private and Personal Use Only