________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
અસલ વસ્તુનું રૂપ પ્રત્યક્ષ થઈ શકતું નથી. પરંતુ પારે અને ગંધકને ગમે તે રીતે બાળવામાં આવે અને તેને ધુમાડે સંગ્રહવામાં આવે, તે પણ તેનું અસલ રૂપ પ્રકટ થાય છે. પશ્ચિમના વિદ્વાને પણ પિતાની ચિકિત્સામાં પારો અને ગંધક વાપરે છે પરંતુ તે આયુર્વેદની ચિકિત્સામાં કહેલા શુદ્ધિસંસ્કાર વિનાના હેવાથી તેટલે પ્રભાવ બતાવી શકતા નથી. એટલા માટે જે અમારા વિદ્યરાજે રસશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પારાને અઢાર સંસ્કાર કરી તેને સિદ્ધરસ બનાવે, તે ક્ષયના રોગીને એકજ વાર એક ખાપૂર આપવાથી તેને ક્ષય મટી જાય. પરંતુ અઢાર સંસ્કાર કરવા માટે વર્તમાનકાળના ઉદ્યોમાં શક્તિ નથી. જો કે સિદ્ધ લેકએ જગતને ઉપકાર માટે પિતપતા તરફથી રસવિદ્યાના જુદા જુદા ગ્રંથો લખ્યા છે, પરંતુ તેની પરિભાષા જાણ્યા વિના અઢાર સંસ્કાર કરવાને વૈદ્યો અસમર્થ છે. છતાં સિદ્ધ લેકેએ રસશાસ્ત્રમાં અઢાર સંસ્કાર લખતાં કહ્યું છે તેમ, આઠમે સંસ્કાર થતાં પારો બુભુક્ષિત થાય છે ત્યાં સુધીની ક્રિયા આપણે કરી શકીએ એમ છીએ. અને તે પારો બુભુક્ષિત થયેલ હોય તેને સુવણને ગ્રાસ આપી, તેને પૂર્ણ ચંદ્રોદય બનાવ્યો હોય, તે તે વીર્યથી બગડી મેદ સુધીના ક્ષયને ફતેહમંદ રીતે આરોગ્ય આપી શકે છે. પણ જે રોગી અને રાગીના પરિચારક શ્રદ્ધાવાળા હોય અને આ પૂર્ણ ચંદ્રોદયને કલક કરી બાર માસ સુધી સેવન કરે, તે જરૂર સાતે ધાતુને સૂકવી નાખનારો ક્ષય સારે થાય છે. જો કે હીરા, માણેક, પાના જેવી રત્નની જાતિઓને અમે ઉપયોગ કરી શક્યા નથી, પરંતુ પારાને આઢર સંસ્કાર આપી બુભુક્ષિત બનાવી સુવર્ણગ્રાસ આપી તેને પૂર્ણ ચંદ્રોદય બનાવી, રોગીઓને ખવડાવી જે અનુભવ મેળવ્યું છે, તે પ્રમાણે વિધિપૂર્વક લખીએ છીએ. કારણ કે અનુભવી લખાણ સિવાય માત્ર પુસ્તકમાં લખેલી ક્રિયા પ્રમાણે કામ કરવા જતાં, ક્યાં કયાં કેવી કેવી અગ
For Private and Personal Use Only