________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૯૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
માંથી બિગાડ થઈ રસધાતુ તરફ આવતા તથા આવેલા ક્ષયરોગ (શેષરોગને મટાડી શકે છે. અમને એ અનુભવ થયો છે કે, ઘી કરતાં દૂધ ઓછું માફક આવે છે; માટે ક્ષયના રોગીએ ઘી ખાવા તરફ વધારે ધ્યાન આપવું. તે સાથે એટલી ભલામણ કરવામાં આવે છે કે, ચંદ્રદયરસને ઉપયોગ થતો હોય તેવા રાગી
એ ખાસ પરેજી પાળવાની કોઈ જરૂર નથી; પરંતુ તેલમાં તળેલા વિદાહી પદાર્થોને સંપૂર્ણ ત્યાગ કરે. માત્ર શાકભાજીમાં તેલ ખવાય તે હરકત નથી. કારણ કે ક્ષયની ચિકિત્સામાં રોગીને સાતે ધાતુઓની વૃદ્ધિ થાય એવો ખોરાક આપવાની જરૂર છે; અને તેલમાં તળેલાં ભજિયાં, પાતરાં, મૂઠિયાં, કળાં, હૈકળી, પૂડા વગેરે શેષ ઉત્પન્ન કરનારાં છે, તેથી તેનો નિષેધ કરવામાં આવે છે. ઘણા લોકો તેલ ખાવાથી ડરે છે, પરંતુ સૂત્રસ્થાનમાં સ્નેહવિધિમાં સ્નેહપાન કરાવવાને સ્થાવર સ્નેહ તરીકે તલના તેલને પ્રધાન ગણેલું છે. તે પછી જગમ સનેહ એટલે ઘી માનેલું છે અને વસા તથા મજજાને છેલ્લા ગણેલા છે. એટલા માટે ક્ષયના રોગીને તેલ ખાવામાં હરકત નથી. આટલી ભલામણ કરીને આ ક્ષયને નિબંધ સમાપ્ત કરીએ છીએ. क्षयरोगना केटलाक अनुभवसिद्ध उपायो
૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત ૧. હિંગળક તેલા ૪, મોતીની છીપની ભસ્મ તેલા ૨, સાબરભસ્મ તેલા ૨, શંખભસ્મ તેલા ૨, લેહભસ્મ તેલા ૨, પ્રવાલભસ્મ તેલા ૨, ફુલાવેલે ટંકણ તેલા ૨, ગળોસત્વ તેલા ૨, શીતે પલાદિ ચૂર્ણ તોલા ૪, લવિંગ તોલ , સેનાને વરખ તેલો છે અને કસ્તુરી બે આનીભાર; ઉપરની સઘળી વસ્તુ સાથે મેળવી તેને ૪૮ કલાક ખેલ કરે. પછી દરરોજ સવારસાંજ ૧
For Private and Personal Use Only