________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષયરોગ
૫૮૭
-
- -
-
- -
- જન જનક- ક
ળવી, અગ્નિમાં ખૂબ ધમાવ્યું પણ સુવર્ણ જણાયું નહિ. આથી ખાતરી થઈ કે, એ રાખેડીમાં સોનું નથી. તે પછી એવો વિચાર થયે કે, ચોદયની સાથે જે અનુપાન આપવાનું છે, તે અનુપાન જુદું નહિ આપતાં ચંદ્રોદયમાં મેળવી તેની ગોળી વાળી આપવાથી ખાનારને વધારે સગવડ થઈ પડશે. એમ વિચાર કરીને બરાસકપૂર તેલા પાંચ, જાયફળ તેલા પાંચ, મરી તેલા પાંચ અને લવિંગતેલા પાંચ લઈને પ્રથમ એકલા ચંદ્રોદયને ત્રણ દિવસ સુધી ખરલ કરાવ્યું. તે પછી જાયફળ, મરી અને લવિંગનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, થોડું થોડું મેળવતા ગયા અને લૂંટતા ગયા. બે દિવસ ઘૂંટયા પછી બરાસ ઉમેરી બે કલાક ઘૂંટી તેમાં પાકાં ચેવલી પાનને રસ નાખી ઘૂંટવા માંડ્યું. એવી રીતે ત્રણ પટ પાનના રસમાં આપી, છેલ્લા પટ વખતે ઊંચી જાતની સવા તે કસ્તૂરી મેળવી ખલ કરી ગળી વાળવા જેવું થયું, એટલે એક તેલાની સાઠ ગોળી થાય એટલાજ વજનની ગોળીઓ વાળી ચંદ્રોદયતિયાર કર્યો. જેને લૈષય રત્નાવલિમાં પૂર્ણચંદ્રોદય-મકરધ્વજ, એવું નામ આપ્યું છે, તે આ ચંદ્રોદય છે. ઉપર લખેલા અનુષાનમાં કેટલાક વૈદ્યોને એ મત છે કે, ચંદ્રોદયથી બરાસકપૂર ચારગણું લેવું અને બીજા ત્રણ વસાણાં ન વા ભાગે લેવાં. પણ ચંદ્રોદયને માટે જે પાઠ લખેલો છે, તેમાં “પરંપઢારિ જત્વા”એવું પદ આવવાથી અમે એ અર્થ કર્યો કે, પરું કહેતાં ચાર તેલા ચંદ્રોદયમાં “પઢાનિ વવાર એટલે ચાર વસાણાં મળીને એક પલ કહેતાં ચાર તેલ લેવા. તેવી રીતે ભૈષજ્ય રત્નાવલિમાં વાજીકરણ અધિકારમાં પણ એ પ્રમાણે લખીને પાનના રસમાં ગોળી વાળી આપવાનું કહેલું છે. તે પ્રમાણે અમે ગોળી બનાવી, પ્રથમ તેના ગુણદોષ જાણવા માટે અમે પિતે ખાઈ જોઈ. એટલે સવારમાં એક ગેબી મધમાં ચાટી અને વિચાર કર્યો કે ભૂખ લાગશે તે પ્રમાણે
For Private and Personal Use Only