________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષયરોગ
પાચકઆદિ પાંચ પિત્ત અને સંશ્લેષણાદિ પાંચ કફનું અપમાન કરે છે. આથી અધિકારીની મહેરબાની વિના તેઓ ખિન્ન થઈ પિતાની ઓફિસનું કામ કરવામાં બેદરકાર થાય એટલે શરીરમાંની સાતે ધાતુઓ સુકાઈ જાય, એવી અવસ્થાવાળા દરદીની સાથે ધાતુપુષ્ટિ માટે જે બહદુ ચિકિત્સા કરવાની છે, તે ઘણી બળવાન અને પાભાવિક હેવી જોઈએ. આ ઉપરથી એટલું સાબિત થાય છે કે, અંગરસ, ફાંટ, હિમ, કલક, ચૂર્ણ અને સાધારણ ગોળીઓ જે પકવાશયમાં ગયા પછી તેની અનુકમે રસરક્તાદિ ધાતુ બનતી હોય તેવી દવાઓ, પોતાના પ્રભાવથી વીર્ય સુધી પહોંચવાને અશપ્ત થાય છે. પરંતુ જેમ નેપાળે પિતાના પ્રભાવથી આંતરડાં અથવા બીજી ધાતુમાં ફરવા નહિ જતાં સીધે મળાશયમાં જઈ પાકા તથા કાચા મળને ભેદી વિરેચન કરે છે, તેમ ક્ષયને માટે એવી ઔષધિ જોઈએ, કે જે સાત ધાતુમાં રૂપાંતર પામવા નહિ જતાં સીધી વાયુની ઓફિસમાં જઈ, વાયુનું શેષણ કરી જેમ અગ્નિ હવાને પાતળી કરે છે, તેમ તે વાયુને પાતળો બનાવી, તેમાં ચપળતા ઉત્પન્ન કરી, વીર્યમાં પહોંચી, સુકાયેલા વીયને લીલું બનાવી બંકનાળના બેઉ છેડાના અને માથાના વાયુને લીધે જે ધાતુઓ સુકાઈ ગઈ હોય તેને લીલી બનાવે તેજ ક્ષયને ખરે ઉપાય થાય. આય વૈદકશાસ્ત્રોમાં હજુ સાત ધાતુઓ, સાત ઉપધાતુઓ અને સાત રત્નોને શુદ્ધિસંસ્કાર કરી તેની ઔષધ તરીકે
જના કરવાની પદ્ધતિ દાખલ થઈ નથી; એટલે તેઓને ક્ષયના ઉપાય શોધવામાં મુશ્કેલી નડે છે. આર્ય વૈદકશાસ્ત્રમાં પારો અને ગાંધક એ બેને સજીવન રસ માનેલા છે. કારણ કે દુનિયાના તમામ પદાર્થોની ભસ્મ થયા પછી તે તે પદાર્થના રૂપમાં પાછા આવી શકતા નથી; અથવા તે પદાર્થોને બાળતાં ધુમાડાનું રૂપ પકડી, તે પદાર્થનું આકાશમાં પૃથક્કરણ થઈ વાતાવરણમાં સમાઈ જાય છે, પણ તે
આ. ૧૯
For Private and Personal Use Only