________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષયરોગ
૫૭૫
[
.
-
-
પરચૂરણ રાકની અતિ લાલસા ઉત્પન્ન થાય છે. લાલસા તેને કહેવામાં આવે છે કે, ઈચ્છા થાય પણ જોગવી શકાય નહિ. ખાવાની ઈચ્છા થાય ને ખાઈ શકે નહિ. એવી રીતે અત્યંત લાલસાવાળે રોગી જીવતું નથી. જે ક્ષયને રોગી યુવાવસ્થાવાળી સ્ત્રી હોય અને લય શરૂઆતને હોય, તે તે સ્ત્રીને કામ ઉત્પન્ન થવાથી ગર્ભ તુરત રહી જાય છે અને તે ગર્ભની અવસ્થામાં અથવા પ્રસૂતિ. અવસ્થામાં જરૂર મરણ પામે છે. એટલા માટે સ્ત્રી પુરુષના સમાગમમાં આવે નહિ એ પ્રબંધ કરાવવો જોઈએ, તેજ ઔષધિ ફાયદો કરી શકશે. હાલના જમાનામાં ક્ષયની પરીક્ષા કરવા માટે ક્ષયના રેગીની છાતી, વનિયંત્રથી (સ્ટેથોસ્કોપથી) તપાસવામાં આવે છે. એ રીત ભલે રોગને પારખવામાં ફતેહમંદ નીવડી હાય તથાપિ અમારા આર્ય દેશના વતનીઓને તે બંધબેસતી નથી. અને એ ધ્વનિયંત્રની તપાસ ચિકિત્સકને જરૂર ભૂલ ખવડાવે છે. કારણ કે આ સ્ત્રીઓને સ્વભાવ છે કે, તેઓને પોતાનાથી વડીલ અથવા પિતાનાથી અપરિચિત અથવા પિતાનાથી હેદ્દેદાર મનુષ્યની સમીપ આવતાં રહેલી સ્વાભાવિક આમન્યા તથા લજજાને લીધે તેના હૃદયના ધબકારા વધી જાય છે, એટલે લેહી જોરથી વહે છે અને તેને ગ્લાનિ ઉત્પન્ન થાય છે. જ્યારે માત્ર વડીલ કે અપરિચિત માણસની સમીપ આવતાં તેના ધબકારા વધી જાય છે, ત્યારે અજાણ્યા ચિકિત્સકની પાસે બેસીને અથવા સૂઈને છાતીને ભાગ ખુલે કરીને, તે ભાગ ઉપર ભૂંગળી મૂકીને તથા ટકોરા મારીને તપાસાવતાં લજજા અને ભયને લીધે તેના ધબકારા જરૂર વધી જવાના. જે સ્ત્રીનું હૃદય નબળું પડયું નથી, જેને ક્ષયરોગની શરૂઆત થઈ નથી, તેવી સ્ત્રીને તપાસીને પણ વૈદ્યો તેને ક્ષયની શરૂઆત થઈ છે એ અભિપ્રાય આપવાનાજ! અને એ અભિપ્રાય ચિકિત્સકે આપે છે એવી વાત તે સ્ત્રીની જાણમાં આવ્યાથી
For Private and Personal Use Only