________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ગ્રસ્ત રેગીને શાંતિનો ઉપદેશ કરી, વેશે તેવા નમૂનાનાં દ્રષ્ટાંતે કહી, તેના મનનું સાંત્વન કરી, રોગીની આસપાસના સંજોગોમાંથી ભય, શોક અને ક્રોધ ઉત્પન્ન થાય એવા સંજોગોને દૂર કરી, પછી તે રોગીની ચિકિત્સા કરવી.
કપભસ્મ –કેડીઓ લાવી કાલસામાં થર ઉપર થર મૂકી તેની ભસ્મ કરવી. પણ એટલું યાદ રાખવું કે, કેલસાને પંખાવતી પવન નાખ્યા કરશે તે તમામ કડીની સફેદ ભરમ થશે. પંખાથી પવન નહિ નાખે તે તાપથી કેડી પાકી તો જશે પણ અર્ધઅર્ધ કાળા રંગની નીકળશે. માટે પવન નાખી સફેદ બનાવી, ઝીણી વાટી ભરી મૂકવી. તેમાંથી એક વાલ ઘી સાથે આપવાથી ભૂખ લાગે છે.
સારામૃત-ફટકડી, સૂરેખર, સાજીખાર, સિંધવખાર ખડિખાર-એને ખાંડી પાણીવાળાં નાળિયેર લાવી, તેને કાણું પાડી, નાળિયેરમાંનું પાણી નાળિયેરમાં રહેવા દઈ, ખારને ભૂકો નાળિયેરમાં માય એટલે ભરી, તેના પર કપડમટ્ટી કરી, ડાં અડાયાંમાં મૂકી સળગાવવું, એટલે નાળિયેરની કાચલી તથા કોપરું સર્વ બળી જશે. પછી તે બળેલા નાળિયેર અને ખારને સાથે ખાંડી, વસ્ત્રગાળ કરી શીશીમાં ભરી મૂકવું. એ ખાર ઝાડા થતા હોય તે બંધ કરે છે ને પેટ કબજ હોય તે ઝાડે લાવે છે.
કેશવટી --સૂંઠ, મરી, પીપર, હરડે, બહેડાં, આમળાં, તજ, તમાલપત્ર, જાયફળ, જાવંત્રી, એલચી, જેઠીમધ, વાયવડિંગ, કમાણ અજમે, કાચકાની મીજ, હિંગોરાંની મીજ, ગરણીનાં બીજ, કેશર એ સર્વે સમભાગે લઈ, તેના સમગ્ર વજને એળિયે લે. એ સર્વેને વાટીને મરીકંથારીનું મૂળ ઘસી, તેના પાણીથી વટાણા જેવડી ગોળી વાળવી. એ ગેળીથી ઝાડો સાફ આવે છે,
For Private and Personal Use Only