________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
૫૦૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે છે. આ દવા માત્રા ઉપર કદી આપવી નહિ. તેમજ પુરુષને દિવસના આપવી નહિ. સગર્ભા સ્ત્રીને આપવીજ નહિ, કારણ કે બહુ ગરમ પડશે.
૩. માશુદ્ધિ ચૂર્ણ –મીઢી આવળ, બાળહરડે, વરિયાળી, એ એકેક ભાગ અને સંચળ ના ભાગ લઈ વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, રાત્રે વા તેલ ફાકવાથી સવારે એક સાફ દસ્ત આવે છે ને મળને દૂર કરે છે.
૪. સામુદ્રાદિ ચૂર્ણ -(મૂળ પાઠમાં ફેરફાર કર્યો છે.) મીઠું, સંચળ, સિંધવ એકેક ભાગ, જવખાર, અજમે, બબ્બે ભાગ, અજમોદ, હરડે, હિંગ, સૂંઠ અને વાયવડિંગ એકેક ભાગ, પીપર બે ભાગ, એનું ચૂર્ણ બનાવી ભેજન સમયે પ્રથમ ચોખાના પાંચ ગ્રાસ સાથે ખાવાથી વર, અજીર્ણ વાત, ગુદાવાત, ગુલમવાત, સર્વને મટાડે છે. લવણભાસ્કર ચૂર્ણ પુસ્તકમાં લખ્યા પ્રમાણે બધા ગુણ ધરાવે છે એવી અમારી અજમાયશ છે. રામબાણ રસ ભાવપ્રકાશમાં અજીર્ણના અધિકારમાં તથા જવરાધિકારમાં આપેલું નિબાદિચૂર્ણ, લખ્યા પ્રમાણે બધા ગુણ ધરાવે છે. એ બે વસ્તુઓને અમારી પેટન્ટ દવા કહીએ તો ચાલે. આ બે ઉપાયથી ટૂંટિયા (ઈન્ફલ્યુએન્ઝા) માં સે એ સે ટકા રોગી સાર થયા હતા. તાવમાં અને કફમાં ખાસ કરીને આ દવાઓ ઘણીજ ઉત્તમ છે.
પ-વૈદ્ય નંદલાલ મોરારજી-કંથારિયા નવસાર ૨ ભાગ, હિંગ ૨ ભાગ, સંચળ ૧ ભાગ અને કળીચૂન ૧ ભાગ, એ સર્વને મેળવી બે આનીભારની ફાકી આપવાથી અજીર્ણમાં મારતાં શૂળને તરત મટાડે છે.
For Private and Personal Use Only