________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીર્ણ લીંબુના રસમાં, ચણા જેવડી ગોળી કરી એક એક અથવા બબ્બે ગોળી આપવાથી અજીર્ણને મટાડે છે.
૨. દ્રાક્ષાદિ ગુટિકાદ-સુંઠ ૨, મરી ૨, પીપર ૨, જીરું, સંચળ ૨, સિંધવ ર અને શેકેલી હિંગ ૧ ભાગ લઈ એ સર્વને ખાંડી લીંબુનો હાર તેલા બે ભાર મેળવી, સર્વથી બમણી કાળી દરાબ લેવી અને તેના ઠળિયા કાઢી ખૂબ ઝીણું વાટી તેમાં ચૂરણ મેળવી ચણા જેવડી ગોળીઓ વાળવી. આ ગેબીએ ઘણીજ સ્વાદિષ્ટ બને છે. એ ગેળીથી ખોરાક પચે છે તથા ભૂખ લાગે છે.
૩. ભીમસેની ગુટિકા:-હરડેદળ, હીમજીહરડે, કડુ, ઇંદ્રવરણાની જડ, કુંવાડિયાનાં બીજ, ઝરકીનાં બી, રેવંચીનો શીરે, બિકટુ, ત્રિફળા એ સર્વ સમભાગે લઈ તેના બમણે વજને એળિયાનું ચૂરણ મેળવી, કુંવારના રસમાં ત્રણ દિવસ ઘૂંટી ચણા જેવડી ગોળી વાળી એક એક ગોળી આપવાથી મળબંધ, જૂનુ અજીર્ણ, જૂને તાવ, ઉદરરોગ, કમળ, કૃમિ રોગ અને આશરેગ મટાડે છે.
– ધીરજલાલ માણેકલાલ-વડોદરા ૧. આદિત્યરસ-હિંગળક, વછનાગ, ગંધક, ત્રિકટુ, ત્રિફળાં, જાયફળ, લવિંગ, બંગડીખાર, બીડલવણ, સિંધવ, મીઠું, સંચળ-એ સર્વ સરખે વજને લઈ, લીંબુના રસના સાત પટ આપીને અડધી રતીની ગોળી આપવાથી કઈ પણ પ્રકારના અજીર્ણ ઉપર આબાદ કામ કરે છે.
૨. અગ્નિકુમાર-ટંકણ, પાર, ગંધક, શંખમ એ સવ એકેક તેલે, વછનાગ ૩ તેલ, મરી ૮ તેલા, એ બધાને વાટી ભાંગરાના રસમાં ખલ કરી, યેગ્ય અનુપાન સાથે ૧ રતી આપવાથી સર્વ પ્રકારના વાયુના રોગ, મંદાગ્નિ, કફરોગ, વાતાધિક્ય સનિપાત, બરોળ, ઉધરસ અને શૂળ એ સર્વને નાશ કરે
For Private and Personal Use Only