________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
९-पांडुरोग, कमलो अने रक्तपित्त
-c-
8 522.------- પાંડુરોગ, કામળો (કમળે) કુંભકામળો અને પાનકી એટલા રોગે ઉદ્ઘ થવાનું લગભગ એક જ કારણ જણાય છે. ઘણે સ્ત્રી સંગ, અત્યંત ખાટાખારા પદાર્થોનું ભોજન, અત્યંત મદિરપાન તથા મટે ખાવાથી અને દિવસે સૂવાથી રામાનવાયુને કલેદન કફ દબાવી દે છે, એટલે કફને લીધે પાચકપિત્તમાં મિથ્યાગ થાય છે. આથી લીલા અને યકૃતમાં પાનવાયુ ખાધેલા ખાનપાનને રસ કમિશ્રિત ખેંચે છે. આમ રંજકપિત્તમાં પણ કફને મિથ્યારોગ થવાથી બહારની બનેલી રસધાતુને રંજકપિત્ત રંગ ચઢાવી શકતું નથી. તેથી રંજકપિત્તમાંથી રંગાયેલું લેાહી હૃદયમાં સાધન કપિત્ત પાસે શુદ્ધ થવાને આવે છે. પણ હૃદયમાં રહેલા અવલંબન ફના અતિથિી તે લેહી રકતવાહિનીઓમાં તથા કેશવાહિનીઓમાં પીળા રંગનું બની ફરવા જાય છે. એટલે રોગીનું શરીર વડનાં પાકેલાં પાન જેવું પાંડવા જણાય છે. બીજી તરફ ખાનપાનમાં આવેલા ભારે, ચીકણું અને કફકારી પદાર્થોને લીધે અને પાચકપિત્તને મિથ્યા થવાથી, તે પદાર્થોને બરાબર રસ બનતો નથી. તેથી કાચો આમ ઉત્પન્ન થઈ તેને મળ બની જવાથી રોગીનું પેટ મોટું દેખાય છે અને વ્યાનવાયુમાં રહેલું બ્રાજકપિત્ત પોતાનું કામ નહિ કરી શકવાથી અને ત્યાં રસંશ્લેષણ કફનો અતિગ થવાથી આખે શરીરે સોજા ચડે છે. એટલે શરીરમાં વહે રસ અને રક્ત પીળાં થવાથી રોગીના મળ અને મૂત્ર, અંક અને કફ પીળાં જણાય છે. આથી રોગીને ભૂખ લાગતી નથી, ખાધેલું પચતું નથી, શરીર ભારે થઈ જાય છે, પાણની તરસ લાગે છે અને દિન પર દિન શક્તિ ઘટતી જાય છે. એવા
For Private and Personal Use Only